લવ મંત્ર ફોર હેલ્થ....

love tips

સ્વાસ્થ્ય આપણી સૌથી મોટી પુંજી છે પરંતુ સારા હેલ્થ માટે પણ જરૂરી છે. પોતાને પણ સ્વસ્થ્ય રહેવું અને સાથીને પણ સ્વસ્થ્ય રહેવ માટે પ્રેરિત કરવો તે એક લવ-મંત્ર છે. આપણું મન આપણા શરીરમાં વસે છે. શરીર સ્વસ્થ્ય હશે તો મન પણ પ્રફુલ્લિત રહેશે.

આપણું શરીર ફીટ હશે તો આપણને આપણી અંદરની શક્તિનો અનુભવ થશે. આ તાકાતનો પ્રભાવ આખા વ્યક્તિત્વ પર પડે છે. આપણને પરિપુર્ણતાનો અનુભવ થાય છે. પોતાની જાતને સકારાત્મક દ્રષ્ટિકોણથી ભરેલી રાખવી જોઇએ. તેનાથી આપણામાં નાની મોટી વાતોને હસીને જવા દેવાની ભાવના વિકસે છે. આનાથી આપણા મિત્રો અને આપણા સાથી આપણને ઉદારતાવાદી માનવા લાગે છે અને તેમની નજરોમાં આપણી ઈજ્જત પણ વધી જાય છે.

સ્વસ્થ્ય રહેવું તે પ્રેમ કરનારાઓની પહેલી નિશાની છે. દોડધામ ભરેલા જીવનમાં ક્યારેક એવું પણ બને છે કે માણસ હારી જાય છે, થાકી જાય છે તે વખતે તે પોતાના પ્રેમની સાથે ઉત્સાહથી સમય પસાર કરવાનું, મજાક મસ્તી કરવાનું અને સાચા સુખનો અનુભવ કરવાનું ઘણું મુશ્કેલ લાગે છે.

હમદર્દી દાખવવી, સમજવાનો પ્રયત્ન કરવો તે એકબીજાની સાથી પ્રત્યેની ફરજ છે પરંતુ આ એક તરફ જ હોય તો તે યોગ્ય નથી. પ્રેમમાં લોકો એકબીજાનો સાથ એટલા માટે ઈચ્છે છે કે તેમને રાહત મળે, મનને શાંતિ મળે, સલામતીનો અહેસાસ થાય.

જ્યારે તમે સ્વસ્થ્ય રહેવા માટે મનને મક્કમ કરી લો ત્યારે તમારી સાથે સાથે તમારા સાથીને પણ તમારી જોડે મોર્નિંગ વોકમાં લઈ જાવ, તેને પણ વ્યાયામ કરાવો, ફળ અને લીલા શાકભાજી ખવડાવો. તમે જ્યારે પણ તેમને આ વાત માટે પ્રેરિત કરશો તે વખતે તેમને સારૂ લાગશે. આવી સાચી કાળજીનો ખુબ જ ઉંડો પ્રભાવ પડે છે.


આ પણ વાંચો :