ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By

જાણો તમારા વેલેન્ટાઈનનો સ્વભાવ તેની રાશિ પ્રમાણે

ભારતીય સંસ્કૃતિમાં રાશિઓનુ પોતાનુ એક અલગ જ મહત્વ છે. રાશિઓ માત્ર ભવિષ્ય જ નથી બતાવતી પણ તે વ્યક્તિત્વનું પ્રતિબિંબ પણ છે. તો જુઓ શુ કહે છે તમારા ગર્લફેંડની રાશિ. કેવા સ્વભાવની છે તમારી વેલેન્ટાઈન ?


મેષ - આ રાશિ પ્રતીક છે નોળિયાની. તેથી જો તમારી ગર્લફ્રેંડની રાશિ આ છે તો તમે છો સુપર લકી. આ રાશિવાળી છોકરીઓ સીધી સાદી હોય છે. સામાન્ય રીતે તેમને ગુસ્સો નથી આવતો.

P.R

વૃષભ - આ રાશિનુ પ્રતિક ચિન્હ છે બળદ. આ રાશિની યુવતીઓ જેટલી મેહનતી હોય છે તેટલી જ ગુસ્સાવાળી પણ હોય છે. પણ ડોંટ વરી. તેમને પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરતા પણ આવડે છે.


P.R


મિથુન : એક્સાઈટમેંટ અને એંગ્રીવુમન આ રાશિવાળી છોકરીઓની ખાસિયત છે. વાત વાત પર ગુસ્સો કરવો તેમની આદત છે. આ રાશિના પ્રેમીઓને તેમના ગુસ્સાનો શિકાર બનવુ પડે છે. તેથી બી કેયરફુલ.

P.R


કર્ક - આ રાશિની યુવતીઓને તમે ગુસ્સેલ ન કહી શકો કારણ કે ગુસ્સાને તેઓ પોતાની ચતુરાઈથી દબાવી લે છે. તેમને ગુસ્સો તો આવે છે પણ તે જ્વાળામુખીની જેમ મનમાં ને મનમાં ભડકતી રહે છે.

P.R

સિંહ - આમનો ગુસ્સો ? તોબા તોબા !! જેનુ પ્રતીક જ સિંહ હોય તે નિશ્ચિત જ ગુસ્સેલ હશે. પણ તેમનો ગુસ્સો વ્યર્થ નથી હોતો. અન્યાય જોઈને જો તેઓ ગુસ્સાથી ભડકી ઉઠે તો ખોટુ શુ છે ? તેથી તેમની સાથે બેવફાઈ કરવાનુ વિચારશો પણ નહી.
P.R


કન્યા - આ રાશિની છોકરીઓ ગુસ્સાવાળી નથી હોતી પણ નાસમજ હોય છે. વધુ વિચારતી રહે છે. પણ ગુસ્સો નથી કરતી. બીજાનો ગુસ્સો પોતાની પર ઉતારીને પરેશાન થતી રહે છે. આમનો જરા ખ્યાલ રાખો.

P.R

તુલા - ગુસ્સાને કેવી રીતે ક્યા એડજસ્ટ કરવામાં આવે છે એ કોઈ આમની પાસેથી શીખે. તેઓ ગુસ્સાવાળી હોય પણ છે અને નહી પણ. ત્રાજવાના પલડાંની જેમ તેમનો ગુસ્સો પણ ઘટતો-વધતો રહે છે. તેમને તમે ક્યારેક ગરમ તો ક્યારેક નરમ વેલેન્ટાઈન માની શકો છો.

P.R

વૃશ્ચિક - ગુસ્સો તો આમની નાક પર બેસેલો હોય છે. વીંછીનો ડંખ જેટલો જ તેજ હોય છે આમનો ગુસ્સો. અને હોય પણ કેમ નહી છેવટે વીંછી તો છે આ રાશિનુ પ્રતિક, પણ જરા સાવધાન, આ બેવફા પણ હોય છે.

P.R

ધન - આ રાશિવાળી યુવતીઓ ગુસ્સો તો કરે છે પણ સમજી વિચારીને. પહેલા તો આ લોકો ગુસ્સો નથી કરતા પણ જ્યારે ગુસ્સો આવે છે તો સીધા તીરની જેમ પ્રહાર કરે છે. એટલુ કડવું બોલે છે કે સહન કરવુ મુશ્કેલ થઈ જાય છે. ખૂબ જ ધારદાર હોય છે તેમનો ગુસ્સો. જો તમારી હિમંત કડવુ અને દઝાડે તેવુ સાંભળવાની હોય તો દોસ્તી માટે આગળ વધો.

P.R


મકર - આ યુવતીઓ ગુસ્સેલ નહી પણ ચિડચિડી હોય છે. તે ખૂબ જ ઓછા પર વિશ્વાસ કરે છે. એ જ કારણ છે કે જેટલો ગુસ્સો તેઓ બીજા પર નથી કરતી તેનાથી વધુ તો તેઓ બીજાના ગુસ્સાનો શિકાર બને છે. તમને તેના પર ચિડ આવી શકે છે. તેથી નિભાવી શકો તો જ શરૂ કરજો રોમાંસ.
P.R

કુંભ - આમનો ગુસ્સો અંદર હોય છે. બહારથી શાંત અને અંદરથી ગુસ્સાવાળી તેમની ઓળખ છે. જ્વાળામુખીની જેવો અંદર ખળભળતો રહે છે તેમનો ગુસ્સો. અને ક્યારેક લાવો બનીને ફૂટી નીકળે છે. પણ જ્યારે પ્રેમ કરે છે તો જુનૂનની હદ સુધી પ્રેમ કરે છે. તેની વફાની કદર કરી શકો તો શરૂઆત કરો.
.
P.R

મીન - આ રાશિની કન્યાઓને ગુસ્સો કરતા કદાચ જ આવડતો હોય. શાંત અને શીતલ પ્રકૃતિની હોય છે. આ રાશિની વેલેન્ટાઈન. એક્સેપશ્નલ કોઈ ગુસ્સાવાળી હોય છે તો તેનો ગુસ્સો ખૂબ જ ભયંકર હોય છે. પણ તેઓ દુશ્મની નથી રાખતી. તરત જ ભૂલી જાય છે.