આસ્થા અને વાસ્તુ-1

Widgets Magazine


W.D
મોટા ભાગનો ભણેલો વર્ગ એવું માને છે કે અંધવિશ્વાસી અને કર્મહીન લોકો જ તાવીજ, રૂદ્રાક્ષ, વીંટી, યંત્ર વગેરે ધારણ કરે છે. પરંતુ હકીકત તે છે કે આવા પ્રતિકો પહેરવાથી ઘણો લાભ થાય છે. ઈંગ્લેડના હર્ટફોર્ડશાયર વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રિચર્ડ વાઈઝમેનના નેતૃત્વમાં અમુક શોધકર્તાઓએ તાવીજ, રૂદ્રાક્ષ, વીંટી વગેરે ધાર્મિક પ્રતિકોના લાભકારી પક્ષોનું અનુમાન કર્યું. રિચર્ડ વાઈજમેનનું કહેવું છે કે આને પહેરવાથી ખરેખર લોકોની નિયતિમાં સુધારો આવ્યો છે.

ખરેખર આવા યંત્રો અને પ્રતિકોનો પ્રયોગ લાભદાયી રહે છે, તેનાથી માણસની સકારાત્મક વિચારસરણી વિકસીત થાય છે. તે પોતાના ભવિષ્યને પ્રતિ વધારે આશાવાન થાય છે. આવા પ્રતિકોનો પ્રયોગ કરનાર વ્યક્તિ નિરાશાથી મુક્તિ મેળવે છે અને તેનામાં આત્મવિશ્વાસ પણ ઉત્પન્ન થાય છે.

પાછલાં 7-8 વર્ષોથી આપણા દેશની અંદર પણ આવા પ્રતિકોનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે જેમાં શ્રીયંત્ર, સ્વસ્તિક યંત્ર, વાસ્તુદોષ નિવારક યંત્ર, સ્વસ્તિક પિરામીડ, સિદ્ધ ગણપતિ, પંચમુખી હનુમાન વગેરે પ્રમુખ પ્રતિકના રૂપે પ્રયોગમાં લેવામાં આવે છે. આ ભારતીય પ્રતિકોની સાથે સાથે ચીનથી આવેલ અમુક પ્રતિકો જેવા કે લાફિંગ બુદ્ધા, ડબલ હેપીનેસ સિમ્બોલ, ફુક-લુક-શુ, ત્રણ પગવાળો દેડકો, લકી કોઈન વગેરેનું ચલણ વધી રહ્યું છે. આ પ્રતિક સિદ્ધ કર્યા હોય કે ન કર્યા હોય પરંતુ વાસ્તુદોષ નિવારણમાં આ કોઈ ખાસ ઉપયોગી નથી હોતા.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine