1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

જમીનના પ્રકાર

NDN.D

સમરાંગણ સૂત્રધારમાં દેશોના આધારે જમીનના પ્રકાર વહેચવામાં આવ્યાં છે. દેશમાં ત્રણ પ્રકારના ભેદ બતાવવામાં આવ્યાં છે :

જંગલ

જે દેશમાં પાણી થોડુક દુર હોય, રેત વધારે હોય, સુકી વનસ્પતિ વધારે પ્રમાણમાં મળતી હોય, જ્યાં નાના નાના કાંટાવાળા વૃક્ષ હોય, ગરમ હવા, જેની માટી કાળી હોય તેને જંગલ કહે છે.

અનૂપ

જે દેશમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય, જ્યાં નદી અને તળાવ ખુબ જ હોય, માછલીઓ, માંસની ઉપલબ્ધી હોય તેમજ સુંદર ઉંચા વૃક્ષો હોય તે અનૂપ દેશ કહેવાય છે.

સાધારણ

જે દેશમાં ઉપરના બંને લક્ષણો મળતાં હોય અને વધારે પડતો ગરમ પણ ન હોય અને વધારે પડતો ઠંડો પણ ન હોય તેને નીચે પ્રમાણેની સંજ્ઞાઓ આપવામાં આવી છે-
1. બાલીયા સ્વામીની, 2. ભોગ્યા, 3 સીતાગોચર રક્ષીણી, 4 ઉપાશ્રયત્ની, 5 કાંતા, 6 સીમાંત, 7 આત્મધારણી, 8 વણીક પ્રસાદિતા, 9 દ્વવ્યવંતિ, 10 અમિત્ર અંતિની, 11 શ્રાવણીપુષ્ય, 12 શક્યસામંતા, 13 દેશમાતુકા, 14 ધાન્યશાલિની, 15 હસ્તીકનોપેના, 16 સુરક્ષા