1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By નઇ દુનિયા|

પ્રાણીઓ અનિષ્ટતાને દૂર કરે છે

N.D

આજે જમાનો આટલો બધો હાઈટેક થઈ ગયો છતાં પણ લોકો શુકન અપશુકનને લઈને પ્રાણીઓના રંગને પણ તેની સાથે જોડી દે છે. ઘરની અંદર જો તેઓ કોઈ પ્રાણી કે પક્ષીને પાળવના હોય તો પહેલાં વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રની સલાહ લે છે. પ્રાણીઓ અને પક્ષીઓની અંદર અનિષ્ટ તત્વોને કાબુમાં કરવાની શક્તિઓ હોય છે. આ બ્રહ્માંડની અંદર જે અનિષ્ટ શક્તિઓ છે તેને નિષ્ક્રિય બનાવવાની તાકાત આ પાલતૂ પ્રાણીઓમાં રહેલી છે. માણસનો સૌથી વફાદાર મિત્ર કુતરો પણ આ નકારાત્મક શક્તિને ખતમ કરી દે છે. તેની અંદર પણ કાળો કુતરો સૌથી વધારે ઉપયોગી સિધ્ધ સાબિત થાય છે. એક પ્રસિધ્ધ જ્યોતિષનું કહેવું છે કે જો સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો કાળો કુતરો પાળવો જોઈએ. આ ઉપરાંત કાળા કાગડાને ભોજન કરાવવાથી અનિષ્ટ તેમજ શત્રૂનો નાશ થાય છે. કાગડાને એક જ આંખથી દેખાય છે. શુક્ર દેવતા પણ એકાંક્ષી છે. શુક્રના જેવા જ શનિ દેવતા છે. તેથી જો શનિને પ્રસન્ન કરવો હોય તો કાગડાને ભોજન કરાવવું જોઈએ.