1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વાસ્તુ દ્વારા માનસિક સંતોષ

N.D

આખરે કોઈ તો એવી શક્તિ છે જે આ દુનિયાને ચલાવે છે. થોડી ઘણી વાતો આપણે જાણીએ છીએ પણ અમુક વાતો તો એવી છે કે આપણે પણ નથી જાણતાં. જે થોડી ઘણી વાતો આપણે જાણીએ છીએ તેમાંનું એક છે વાસ્તુ. આ સંબંધે શાસ્ત્ર અને યાંત્રિક બંને અલગ પહેલુ છે. અહીંયા આપણે ફક્ત શાસ્ત્રની વાત કરી રહ્યાં છીએ.

કોઈ માને કે ન માને આ શાસ્ત્ર પૂર્ણ રીતે પ્રામાણિક અને વૈજ્ઞાનિક છે નહિતર શું જરૂરત છે મધ્ય યુગ પછી સુપ્ત પડેલા આ વિષયને એકવીસમી સદીમાં નવી ચેતના મળે? આ સમયે જ્યારે કોમ્પ્યુટર, ક્લોન, અંતરિક્ષના રહસ્યો જાણી લેવાની વાત થઈ રહી છે ત્યાં પ્રાચીન ભારતીય શાસ્ત્ર પોતાની કિંમત નોંધાવી રહ્યું છે.

ઈંદોરનું રાજવાડા વારંવાર કેમ સળગી જાય છે? દક્ષિણ મુંબઈમાં દેશ-વિદેશની બધી જ નામી કંપનીઓના કાર્યાલય કેમ છે? દેશના પ્રાચીન મંદિરો, મહેલો શિલ્પ વાસ્તુથી પ્રભાવિત કેમ છે?

કોઈ જુના અને તુટેલા મકાનમાં રહેનાર વ્યક્તિ મહેલોનો માલિક કેમ બની જાય છે? ત્યાં જ બીજી બાજુ વ્યક્તિ મહેલ જેવા ઘરમાં રહેવા છતાં પણ દેવાદાર કેમ બની જાય છે? એક બજારની અંદર કોઈ નાની દુકાન પર ભીડ અને ભવ્ય શો રૂમ પર મંખો કેમ ઉડતી રહે છે?

આ કોઈ ઉકેલી ન શકાય તેવી પહેલી નથી. પરંતુ આ તમામના જવાબ છે. આની અંદર ઘણી હદે વાસ્તુ અનુરૂપ નિર્માણનું પરિણામ છે. આ પણ સાચી વાત છે કે દરેક વ્યક્તિના જીવનમાં ચડાવ-ઉતાર અને સુખ-દુ:ખ આવે છે. કેમકે તે ભાગ્યનો ખેલ છે. જો બ્રહ્માંડ છે, ગ્રહ છે, નક્ષત્ર છે તો ગ્રહ યોગ પણ છે અને વાસ્તુશાસ્ત્ર પણ છે.