1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વાસ્તુ દ્વારા સકારાત્મકતા લાવો

W.DW.D

જ્યારે પણ આપણે ઘરને શણગારવાની વાત કરીએ છીએ ત્યારે આપણને અલગ-અલગ રીતની વસ્તુઓનું ધ્યાન આવે છે પરંતુ આટલું જ પુરતુ નથી. આજની આ ભાગદોડવાળી અને તણાવભરી જીંદગીમાં લોકો એવું ઈચ્છે છે કે તેમને ઘરની અંદર તે બધી જ શાંતિ મળે જેમની તેઓને આશા છે. અને આજ કારણ છે કે જેના લીધે લોકો આજે વાસ્તુનું મહત્વ સમજવા લાગ્યા છે. હકીકતમાં વાસ્તુની અંદર થોડીક એવી વાતોનો સમાવેશ છે જેના દ્વારા આપણી જીંદગીમાં સકારાત્મકતા ઉપજે છે.

તો વાસ્તુ વિશે થોડીક અવાતો જાણો-

તમારા બેઠકરૂમની આગળ થોડીક જ્ગ્યા રાખો. તેની અંદર પ્રવેશ કરતી વખતે વચ્ચેના રસ્તાની બંને બાજુ નાની નાની ફુલોની ક્યારીઓ હોવી હોઈએ. આ બગીચાની વચ્ચે તુલસીનો એક છોડ અવશ્ય લગાવો. વાસ્તુને અનુસાર આ ખુબ જ શુભ હોય છે.

ઘરની અંદર પ્રવેશ કરવાનો મુખ્ય દરવાજો લાકડાનો જ બનાવવો જોઈએ તેમજ અહીંયા પર એક પગલુછણીયું જરૂરથી રાખો. આ તમારા ઘરમાં આવતી નકારાત્મક ઉર્જાને રોકશે. દ્વાર પર શુભ સંકેતવાળા ચિન્હોના સ્ટીકર લગાવો.

પુજાનું સ્થલ એવું બનાવો કે પુજા કરતી વખતે તમારૂ મુખ પૂર્વ તરફ રહે. પુજાના રૂમમાં હંમેશા લાઈટ રંગનો ઉપયોગ કરો. અહીં લાલ રંગના બલ્બ ન રાખો. પુજાઘરમાં ક્યારેય પુર્વજોના ફોટા ન રાખો.

બેડરૂમનું ફર્નીચર પણ બની શકે ત્યાર સુધી લાકડાનું જ બનાવડાવો. અહીંયા લોખંડનો ઉપયોગ ન કરશો. અહીંની દિલાવો પર સફેદ, ક્રીમ, આઈવરી જેવા રંગોનો ઉપયોગ કરો. અહીં પર પ્રેમના પ્રતિકના ચિન્હો તેમજ પોસ્ટરો જેવા કે લવ બર્ડસ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. રંગીન ફૂલોના ચિત્રો પણ લગાવી શકો છો.

બાળકોના રૂમનો રંગ આસમાની, જાંબલી કે લીલો હોવો જોઈએ. ટેબલ એવી રીતે ગોઠવેલું હોવું જોઈએ કે વાંચનારનું મુખ ઉત્તર કે પુર્વ તરફ રહેવું જોઈએ. પીઠ તરફ દિવાલ રહેવી જોઈએ તેનું ધ્યાન રાખો. બાળકોને સમજાવો કે આ રૂમની અંદર ચંપલ વગેરે રાખે નહી.

રસોડાની અંદર ગેસની સગડી હંમેશા પુર્વ તરફ જ રાખો. રસોડાની અંદર કાળા પત્થરનો ઉપયોગ ન કરશો. અહીંયા તમે નાના છોડ રાખી છો. અહીંયાની દિવાલ પર ગુલાબી રંગ હોવો જોઈએ.

આ રીતે તમે તમારા ઘરની અંદરની સજાવટને વાસ્તુના અનુરૂપ બનાવીને ઉર્જા તેમજ શાંતિમાં યોગ્ય વધારો કરી શકો છો.