ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 20 જૂન 2018 (15:21 IST)

ચપટી મીઠાનો બસ આ રીતે કરો ઉપયોગ, ઘરમાં ધન અને ખુશીઓનો થશે વરસાદ

મીઠુ એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં જોવા મળે છે. પણ શુ મિત્રો આપ જાણો છો કે આ ફક્ત ખાવાના જ કામમાં નથી આવતુ.  તેના અનેક બીજા ફાયદા પણ છે. જે આપણા સંપૂર્ણ ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલા છે અને હા તેને માટે તમારે મીઠુ ખાવાની જરૂર નથી પણ તેનો કંઈક એ રીતે ઉપયોગ કરવાની જરૂર છે 
 
ચપટીભર મીઠાના ફાયદા એવા છે કે તમે જાણીને નવાઈ પામશો. તમે કહેશો કે આ તો બધી અંધવિશ્વાસની વાતો છે પણ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય સમસ્યાઓ માટે મીઠા સાથે જોડાયેલ કેટલાક ઉપાય બતાવ્યા છે. 
 
તો આવો જોઈએ ઘરમાં ધન અને ખુશીનો વરસાદ થાય એ માટે મીઠાના ઉપાય 
 
દરિદ્રતા દૂર કરવા - અઠવાડિયામાં એક વાર ગુરૂવારે છોડીને પોતુ લગાવતી વખતે પાણીમાં થોડુ આખુ મીઠુ (સમુદ્રી મીઠુ) મિક્સ કરી લેવુ જોઈએ. આ ઉપાયથી પણ ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. 
 
ધનનો પ્રવાહ કાયમ રાખવા - ઘરમાં ધનનો પ્રવાહ કાયમ રાખવા માટે કાંચનો એક ગ્લાસ લઈને તેમા પાણી અને મીઠુ મિક્સ કરો હવે આ ગ્લાસને ઘરના નૈઋત્ય ખૂણામાં મુકી દો અને તેની પાછળ લાલ રંગનો એક બલ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સૂકાય જ્યા તો એ ગ્લાસને સ્વચ્છ કરીને ફરીથી મીઠુ નાખીને પાણી ભરી લો.  
 
ઘરમા બરકત માટે - મીઠાને કાંચના પાત્રમાં મુકો અને તેમા ચાર પાચ લવિંગ નાખી દો. તેનાથી ધનની આવક શરૂ થવા માંડશે અને ઘરમાં બરકત પણ કાયમ રહે છે.  તેનાથી એક બાજુ મીઠાની સુંગધ કાયમ રહેશે તો બીજી બાજુ આ ઉપાયથી ઘરમાં ક્યારેય ધનની કમી નહી થાય. 
 
બાથરૂમ અને ટૉયલેટ દોષથી મુક્તિ - મીઠુ દરેક પ્રકારની ગંદકી હટાવનારુ રસાયણ છે. એક કાંચની વાડકીમાં આખુ મીઠુ ભરો અને આ વાડકીને બાથરૂમમાં મુકી દો. આ ઉપાયથી પણ નકારાત્મક ઉર્જા દૂર થાય છે.  ટોયલેટમાં કાંચના બાઉલમાં ક્રિસ્ટલ સોલ્ટ એટલે કે નાના ગાંગડાવાળુ મીઠુ ભરીને મુકો. 15 દિવસ પછી તેને બદલી નાખો. અને 15 દિવસ સુધી મુકેલુ મીઠુ ટોયલેટ સિંકમાં નાખી દો. 
 
આ ઉપાયોને તમે માત્ર અંધવિશ્વાસ ન માનશો અને અપનાવી જુઓ.. તમને ફાયદો થયો કે નહી તે અંગે તમારો ફીડબેક જરૂર જણાવજો..