1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 21 મે 2015 (18:42 IST)

ફેંગશુઈ ટિપ્સ- બારી પાસે બેડ ન રાખવો જોઈએ

દાંમપત્ય  જીવનમાં સુખ અને શાંતિ જળવાય  રહે , એ માટે ફેંગશુઈ (ચીનન વાસ્તુ)માં ઘણી ટિપ્સ  છે. આ વાતોને અજમાવતા પતિ પત્નીના વચ્ચે પ્રેમ વધે છે. અહીં જાણો પતિ પત્ની વચ્ચે જીવન સુખ વધારનારા ફેંગશુઈના થોડા ઉપાય. ફેંગશુઈની માન્યતા ફેંગશુઈની માન્યતા છે કે આપણી પાસે અનંત ઉર્જા છે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની હોય છે અને આ જીવનને બધા ક્ષેત્રોને પ્રભાવિત કરે છે. ફેંગશુઈના નિયમોના પાલન કરતા નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરી શકાય છે અને સકારાત્મક ઉર્જાને વધારી શકાય છે.. 
બારી પાસે ના રાખવું પલંગ 
 
પતિ-પત્નીના બેડરૂમમાં પલંગ બારી પાસે નહી લગાવવો  જોઈએ. આથી સંબંધોઅમાં તનાવ અને પરસ્પર  અસહયોગની પ્રવૃતિ વધે છે. જો બારીના પાસે બેડ લગાવવો  પડે તો બારીમાં પડદાં  જરૂર લગાવા જોઈએ. આથી નકારાત્મક ઉર્જાની  સંબંધો પર ખરાબ અસર નહી પડે. 
 
સકારાત્મક ઉર્જા વધારવાના ઉપાય 
 
ફેંગશુઈ મુજબ ઘરના દક્ષિણ -પશ્ચિમ ભાગ દાંમપ્તય જીવન માટે એક્ટિવ ગણાય છે. આથી આ ભાગમાં સકારાત્મક ઉર્જાને સક્રિય અને નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરવા માટે જે પણ પ્રયાસ કરશો , એ ખૂબ શુભ સિદ્ધ થશે . આ વાતોનું  ધ્યાન રાખો. 
1. આવી વસ્તુઓના પ્રયોગ કરવાથી બચવું , જે ઝગડા કે નકારાત્મકતા દર્શાવે છે. 
 
2. છત પર બીમ હોય તો પતિ -પત્નીએ એના નીચે ન સૂવુ  જોઈએ. તે સ્થાનથી  થોડા દૂર સૂવુ  જોઈએ. 
 
3. નવદંપતિઓ માટે ગાદલા પણ નવા હોવા જોઈ. જો શકય ન હોય તો કોશિશ કરો કે એવી ચાદર કે પથારી પ્રયોગમાં બ લાવોં , જેમાં છિદ્ર હોય કે કટા-ફટા હોય. 


પલંગના નીચે ન રાખો આ સામાન 
 
*પતિ પત્નીને પલંગ નીચે કોઈ સામાન ન મુકવો  જોઈએ. પલંગ નીચેની જગ્યાને ખાલી રહેવા દેશો તો સકારાત્મક ઉર્જા સક્રિય રહેશે. .
 
*જે પલંગ પર દંપત્તિ સૂતા હોય તેના પર કોઈ બીજાને ન  સૂવા દેવા જોઈએ. 
 
*શયન કક્ષમાં પ્રવેશ દ્વારવાળી દીવારના સાથે જો તમારો  બેડ લગાવી રાખ્યો  છે તો એનાથી બચવું આથી . સંબંધોમાં તનાવ વધે છે. 
 
*પલંગ હમેશા સાફ સ્વચ્છ રાખવો  જોઈએ. આથી સંબંધોમાં તાજગી બની રહે છે. 
શયન કક્ષમાં આ વાસ્તુઓ નહી રાખવી જોઈએ. 
 
બેડરૂમમાં કોઈ યંત્ર ટીવી, રેફ્રિજરેટર કે કંપ્યૂટર વગેરે નહી રાખવા જોઈએ. કારણ કે આમાંથી  નિકળતી હાનિકારક તરંગો આપણા સ્વાસ્થયને હાનિકારક હોય છે. જો ટીવી અને યંત્ર આ વસ્તુઓ શયન કક્ષમાં રાખવી પડે તો એને કોઈ કેબિનેટની  અંદર  ઢાંકીને રાખવા જોઈએ. જ્યારે ટીવી ન ચાલતું હોય તો કેબિનેટના શટર બંદ કરી નાખવું. 
 
દીવાલોનો  રંગ 
 
રંગોની  પણ સંબંધો પર સારી એવી અસર થાય  છે . શયન કક્ષની દીવાલો  માટે હળવા ગુલાબી , હળવા ભૂરા , બ્રાઉનિશ કે ગ્રે યેલો રંગના જ પ્રયોગ કરશો તો સારું રહેશે. આ રંગ શાંતિ  અને પ્રેમને વધારે છે .