મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

Vastu tips - તમારા ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ નહી તો લાગશે દોષ

મોટાભાગે નવુ ઘર બનાવ્યા પછી લોકો તેની પરિક્રમા કરે છે. પણ કેટલાક લોકો થોડા સમય પછી પરેશાનીઓને કારણે આ પરિક્રમા બંધ કરી દે છે. પણ આવુ વચ્ચે કરવુ વાસ્તુના હિસાબથી દોષ ઉત્પન્ન કરનારુ માનવામાં આવે છે. 
 
તમારા ઘરનુ વાસ્તુ ફક્ત એક પરિક્રમાને રોકવાથી જ ખરાબ નથી થતુ પણ કેટલાક બીજા પણ કારણ છે જે તમારા ઘરના વાસ્તુને દોષમાં ફેરવી નાખે છે.  તેથી સમય રહેતા તેને જાણી લેવા યોગ્ય છે. નહી તો આગળ ચાલીને તમારા પરિવાર માટે કલહ-કલેષનું કારણ બની શકે છે. 
 
- ક્યારેય પણ બેડરૂમમાં કોઈ ભારે ઘડિયાળ ગ્લાસ કે અન્ય વસ્તુઓ ન મુકશો 
- ક્યારેય પણ સીઢી નીચે જૂની કે ખંડીત મૂર્તિયો ન મુકશો. જો એવુ છે તો તેને આજે જ ઘરમાંથી હટાવી દો.. આ ઉપરાંત સીઢી નીચ એબેસીને પણ કોઈ પણ કાર્ય ન કરો. 
- મુખ્ય પ્રવેશ દ્વાર તરફ પગ કરીને ન સુવો. કારણ કે આ લક્ષ્મીના આવવાનો રસ્તો માનવામાં આવે છે અને આવુ કરવાથી લક્ષ્મીનુ અપમાન થાય છે. 
- સ્વર્ગવાસી લોકોના ફોટાને ઉત્તર દિશામાંથી હટાવી દેવા જોઈએ. તેને હંમેશા દક્ષિણ દિશામાં જ લગાવવા જોઈએ. 
- ઘરમાં પડેલી બંધ ઘડિયાળ પણ ઘરમાં ન મુકવી જોઈએ. કારણ કે તેનાથી તમારા ઘરનો ઉત્તમ સમય પણ થંભી જાય છે.