વાસ્તુ મુજબ આ 7 વસ્તુઓનુ દાન અશુભ માનવામાં આવે છે

daan
Last Updated: સોમવાર, 23 જુલાઈ 2018 (16:43 IST)
વ્યક્તિ પોતાની તમામ પ્રકારની પરેશાનીઓને દૂર કરવા માટે પૂજા પાઠ વ્રત દર્શન ગંગા સ્નાન અને દાન વગેરે કરે છે. જેમા દાનનું વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રો મુજબ દન કરવાથી કુંડળીના દોષ ઓછા થાય છે.

પણ અનેકવાર વ્યક્તિ નાસમજી અને ભૂલને કારણે એવી વસ્તુઓનુ દાન કરી દે છે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ કેટલીક વસ્તુઓનુ દાન અશુભ માનવામાં આવે છ્ આવો જાણીએ કંઈ કંઈ એવી વસ્તુઓ હોય છે.

-
જ્યોતિષ મુજબ ઝાડુ લક્ષ્મીજીને ખૂબ પ્રિય હોય છે. તેથી ઝાડૂનુ દાન ક્યારેય ન કરવુ જોઈએ. ઝાડૂ દાન આપવાથી લક્ષ્મીજી રિસાય જાય છે. બિઝનેસમાં નુકશાન થાય છે અને ઘરમાં મુકેલો પૈસો ટકતોનથી.

- શાસ્ત્રોમાં વાસણનુ દાન આપવાની મનાઈ છે. સ્ટીલથી બનેલા વાસણનુ દાન કરવાથી ઘરની સુખ શાંતિ ખતમ થઈ જાય છે.

- તેલનુ દાન કરવાથી શનિદેવની કૃપા મળે છે. પણ ખરાબ કે ઉપયોગ કરેલા તેલનુ દાન ન કરવુ જોઈએ. તેનાથી શનિદેવ નારાજ થાય છે.

- કોઈને ભોજન ખવડાવવું સૌથી મોટુ પુણ્યનુ કામ
હોય છે. પણ વાસી ભોજનનુ દાન કરવુ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં વાદ-વિવાદ થાય છે.

- આજકાલ ઘરમાં પ્લાસ્ટિકની અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ક્યારેય પણ પ્લાસ્ટિકનુ દાન ન કરવુ જોઈએ. આવુ કરવાથી ઘરના પ્રોગ્રેસમાં અવરોધ આવે છે.

- જૂના અને ફાટેલા કપડાનું દાન કરવુ અશુભ માનવામાં આવે છે. આવુ કરવાથી લક્ષ્મીજી તમારાથી રિસાઈ શકે છે અને તમને પૈસાની પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તેથી ભૂલથી પણ ક્યારેય કોઈને ફાટેલા કપડાનુ દાન ન કરવુ જોઈએ.

- ઘારદાર કે અણીદાર વસ્તુઓને દાનમા આપવી તમારે માટે અશુભ હોઈ શકે છે. આવુ કરવાથી સુખ અને શાંતિમાં કમી આવે છે અને ઘરના સભ્યો વચ્ચે મનદુખ વધે છે.


આ પણ વાંચો :