આ નાનકડો છોડ તમને ધનવાન બનાવી દેશે...

બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (02:53 IST)

Widgets Magazine
crassula

આમ તો પૈસા કમાવવા માટે તનતોડ મહેનત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.  પણ અનેકવાર એવુ થાય છે કે આવુ કરવા છતા પણ ઘરમાં તંગદીલી બની રહે છે. આ માટે અનેક વાસ્તુ ઉપાય છે અને એવુ પણ કહેવામાં અવે છે કે ઘરમાં મની પ્લાંટ લગાવીને જુઓ. આ ખૂબ પ્રચલિત છે અને મોટાભાગના ઘરોમાં તમને મળી પણ જશે.  પણ શુ તમે ક્યારેય ક્રાસુલાનુ નામ સાંભળ્યુ છે ?  તેને પણ મની ટ્રી કહેવામાં આવે છે ?  ચાલો તમને તેના વિશે થોડુ વિસ્તારથી બતાવીએ છીએ.  
 
જે રીતે આપણી ત્યા વાસ્તુશાસ્ત્ર હોય છે, એજ રીતે ચીનમાં ફેંગશુઈની વિદ્યા છે અને જેના મુજબ એક એવો છોડ છે,  જેને ફક્ત ઘરમાં મુકી દેવા માત્રથી જ આ પૈસાને પોતાની તરફ ખેંચે  છે.  આ છોડને જ ક્રાસુલા. તેના વિશે કહીએ તો આ એક ફેલાવદાર છોડ છે.  જેના પાન પહોળા હોય છે.  પણ હાથ લગાવવાથી મખમલી એહસાસ થાય છે. આ છોડના પાનનો રંગ ન તો સંપૂર્ણ રીતે લીલો હોય છે અને ન તો પૂરો રીતે પીળો.  આ બંને રંગોથી મિશ્રિત પાન છે.  પણ અન્ય છોડના પાનની જેમ નબળા નથી હોતા જે હાથ લગાવતા જ વળી જાય કે તૂટી જાય. 
crassula

 
જ્યા સુધી દેખરેખની વાત છે તો મની પ્લાંટની જેમ આ છોડ માટે વધુ પરેશાન થવાની જરૂર નથી. જો તમે બે-ત્રણ દિવસ પછી પણ તેને પાણી આપશો તો તે સૂકાય નહી. ક્રાસુલા ઘરની અંદર છાયડામાં પણ પાંગરી શકે છે. આ છોડ વધુ સ્થાન પણ નથી રોકતો. 
 
તમે તેને નાનકડા કુંડામાં પણ લગાવી શકો છો. હવે જો ધન પ્રાપ્તિની વાત કરો તો ફેંગશુઈના મુજબ ક્રાસુલા સારી ઉર્જાની જેમ ધનને પણ ઘરની તરફ ખેંચે છે.  આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પાસે જ લગાવો. જ્યાથી પ્રવેશ દ્વાર ખુલે છે. તેને જમણી તરફ મુકો. થોડાક જ દિવસમાં આ છોડ પોતાની અસર બતાવવી શરૂ કરી દેશે. ઘરમાં દરેક પ્રકારની સુખ-શાંતિ કાયમ રહેશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

Video Vastu for Exam - પરીક્ષા માટે વાસ્તુ ટિપ્સ

મિત્રો આજે અમે તમને બાળકોની પરીક્ષા માટે કેટલીક એવી વાસ્તુ ટિપ્સ બતાવીશુ જેને અજમાવ્યા ...

news

વાસ્તુ- બીજાઓની આ વસ્તુઓ ક્યારે ન કરવી પ્રયોગ

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જાથી ઘણા રીતે આવી શકે છે. કહેવાય છે કે દરેક માણસની ...

news

જો ઘરમાં કરશો આ 5 ઉપાય તો મળશે પૈસો

ઘરમાં લક્ષ્મી લાવવા માટે તમે ખૂબ મહેનત કરે છે. ક્યારેય ક્યારે ત્યારબાદ પણ તમને સફળતા નથી ...

news

Vastu Tips- Bedroomમાં ધ્યાન રાખશો આ વાતોનું તો સ્વસ્થ રહેશો(See Video)

Vastu Tips- Bedroomમાં ધ્યાન રાખશો આ વાતોનું તો સ્વસ્થ રહેશો(See Video)

Widgets Magazine