શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 26 મે 2018 (18:05 IST)

દેવપૂજાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવા માંગતા હોય તો રાખો આટલી વાતોનુ ધ્યાન

દેવપૂજા સદા પૂર્વ. પૂર્વ ઉત્તરી અથવા ઉત્તર દિશાની તરફ મોઢુ કરીને કરવી જોઈએ. પિતૃ તર્પણ. પૂજન દક્ષિણની તરફ મોઢુ કરીને કરવુ જોઈએ. આ દિશાઓમાં ટોયલેટ કે બાથરૂમ ભૂલથી પણ ન હોવુ જોઈએ. 
 
- ભીના વસ્ત્રોને પહેરીને કે હાથ ઘૂંટણમાંથી બહાર કરીને તમે જે પણ પૂજા-હવન દાન કરો છે તેનુ ફળ નિષ્ફળ થઈ જાય છે. 
 
- પૂજામાં બેસવા માટે આસન કૃશ. ધાબળો(લાલ.પીળો. સફેદ રંગનો હોય) મૃગચર્મ સિંહ ચર્મ પણ અતિ ઉપયોગી હોય છે. વિશેષ્જ દેવી અનુષ્ઠાનમાં આ શીધ્ર સિદ્ધિ ફળ આપે છે. 
 
- તિલક લગાવ્યા સિવાય કોઈપણ કાર્ય સિદ્ધ નથી થતુ. તિલક કોઈપણ હોય ચંદન. હજારીના પુષ્પ પાનનો રસ. કેળાની જડનો રસ તેમા કેસરી સિંદૂર (કેસર ઘસેલુ) ભગવાનની મૂર્તિને તિલક કરીને પછી માથા પર નીચેથી ઉપરની તરફ અનામિકા આંગળીથી તિલક લગાવો. 
 
- ભગવાનને તામપાત્ર. ચાદીના પાત્રમાં મુકેલી વસ્તુઓ જ અર્પિત કરો. ભગવાનને એજ સ્વીકાર્ય અને પ્રિય હોય છે 
 
- પૂજામાં દીવો ખૂબ જ જરૂરી અને શુભ હોય છે. દેશી ઘી નો દીવો મૂર્તિના જમણા અને તેલનો દીવો ડાબી બાજુ હોવો જોઈએ.  દીવાની પૂજા પણ જરૂરી છે. દીવો પ્રગટાવ્યા પછી હાથ ધોઈ લેવા જોઈએ. 
 
- દેવ કાર્તવીર્ય દીપ પ્રિયા. સૂર્ય અર્ધ્ય પ્રિય (તાંબાના વાસણમાં સિંદૂર. ખાંડ મિશ્રિત પાણી) ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરતા આપવુ જોઈએ. ગણેશજીને તર્પણ અને દુર્વા (લીલુ ઘાસ) ચઢાવવા જોઈએ.  દુર્ગા જી ને અર્ચના. શિવને અભિષેક (જળ. દૂધ. શેરડીનો રસ. ફળોનો રસ) વિજય પ્રાપ્તિ માટે તેલથી અભિષેક પ્રિય છે. 
 
-દેવ પરિક્રમા પણ પૂજાનો વિશેષ અંગ છે. વિષ્ણુ ભગવાનની 4 વાર. શંકરજીની અડધી. દેવીની એકવાર. સૂર્યની 7 વાર. ગણેશજીની 3 વાર પરિક્રમા કરવી અનિવાર્ય છે.  
 
- ઘરમા બનાવેલુ ભોજન ભગવાનને ભોગ લગાવીને ખાવાથી તેના સમસ્ત દોષ અને ત્રુટિયો સમાપ્ત થઈ જાય છે. ભોજન સદા પૂર્વ કે ઉત્તરની તરફ મોઢ કરીને ગ્રહણ કરવુ જોઈએ.  પશ્ચિમ તરફ મોઢુ કરીને ભોજન ક્યારેય ન કરવુ જોઈએ. એ દૂષિત હોય છે અને રોગ આપે છે.  
 
- સીડી ક્યારેય પણ દક્ષિણ. પશ્ચિમની દિશામાં ખતમ ન થવી જોઈએ.