બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 25 મે 2018 (15:47 IST)

કંઈ દિશામાં લગાવવા જોઈએ ક્યા રંગના પડદાં... જાણો શુ કહે છે વાસ્તુ

એક સમય હતું જ્યારે ઘરોમાં લોકો પડદાનો નહી પણ ચિક(Bamboo Shades) નો  ઉપયોગ કરતા હતા. સમયની સાથે પરંપરા બદલાઈ અને લોકોએ રૂપની ભવ્યતા આપવા માટે રંગ-બિરંગી અન ડિઝાઈનર પડદાનો ઉપયોગ કરવા લાગ્યા. લોકો હવે પડદાને રૂપના રંગમા મેચિંગના હિસાબે ખરીદવું વધારે પસંદ કરે છે. 
 
આજકાલ લોકો વાસ્તુને લઈન એટલા સાવધ થઈ ગયા છે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને પડદાની ખરીદી કરે છે પહેલા એક પડદાથી જ કામ ચાલી જતું હતું, પણ હવે ઘરને નવું લુક આપવા માટે લોકો ડિઝાઈનર પડદા ખરીદવા વધારે પસંદ કરે છે. જેથી લોકોને એક રંગના બે જુદી જુદી ડિઝાઈનમાં પડદાં ખરીદવા પડે છે. 
 
અત્યાર સુધી લોકો ઘરમાં સામાનને વાસ્તુની દિશા મુજબ મુકતા હતા, પણ હવે પડદાંના રંગની પણ પસંદગી થઈ રહી છે. પડદાં પણ હવે વાસ્તુ મુજબના રંગના લગાવવામાં આવે છે. 
આવો જાણીએ કઈ દિશા /ખૂણામાં કયાં રંગના પડદા વાસ્તુ મુજબ લગાવવા જોઈએ. 
 
* ઈશાન ખૂણામાં સફેદ રંગ અને ક્રીમ, હળવા પીળા રંગના પડદા લગાવવા લાભદાયી હોય છે. 
* અગ્નિકોણમાં  લાલ રંગ, મરૂન અને સિંદૂરી રંગના પડદા લગાવવા જોઈએ. 
 
* નૈત્રૃત્ય ખૂણામાં લીલા, કાળા પડદા લગાવવા જોઈએ. 
 
* વાયવ્ય ખૂણામાં ભૂરા, ગ્રીન  અને વાદળી રંગના પડદા લગાવવા જોઈએ. 
 
આ રીતે વાસ્તુ મુજબ પડદા લગાવવાથી વાસ્તુ દેવતા પ્રસન્ન થાય છે, જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે.