ઘરમાં બરકત માટે જાણો કિચનમાં કંઈ વસ્તુ ક્યા મુકવી જોઈએ
જીવનમાં ઊંચાઈઓ સુધી પહોચવા માટે શરીરનુ સ્વસ્થ હોવુ જરૂરી છે અને શરીર સ્વસ્થ ત્યારે જ રહેશે જ્યારે તેને પૌષ્ટિક ભોજન મળશે. ભોજન સ્વાદિષ્ટ, સુપાચ્ય અને સ્વાસ્થ્ય માટે હિતકર બને એ માટે ઘરમાં રસોડું ઘર વાસ્તુ મુજબ હોવુ અતિ જરૂરી છે. રસોડાને જેટલી વધુ સકારાત્મક ઉર્જા મળશે એટલુ જ આપણુ સ્વાસ્થ્ય સારુ રહેશે. આવો જાણીએ રસોડામાં કંઈ વસ્તુ ક્યા મુકવી જોઈએ જેનાથી આપણને સકારાત્મક ઉર્જાનો વધુમાં વધુ લાભ મળી શકે.
સૌ પ્રથમ ભવનમાં રસોઈ ઘર અગ્નિ ખૂણામાં હોવુ જોઈએ. કારણ કે સામાન્ય રીતે ભારતમાં ભોજન બનાવવાનો સમય સવારે 9 થી 10 વાગ્યાની વચ્ચે હોય છે. આ સમય સૂર્યની વધુ ઉર્જા અગ્નિકોણમાં જ પડે છે.
ગેસ ચુલો અને વોશ બેસિન વચ્ચે અંતર હોવુ જોઈએ કે પછી વચ્ચે નાનકડી લાકડી કે અન ય કોએ એવસ્તુનુ પાર્ટિશન બનાવી દો. કારણ કે આ બંને પાસે હોય તો ઘરના નોકર વધુ દિવસ સુધી ટકી શકતા નથી.
- ભોજનને કરતા પહેલા તમારા ઈષ્ટ દેવને ભોગ જરૂર લગાવો અને એક રોટલી ગાય માટે પણ કાઢો. આવુ કરવાથી ક્યારેય પણ તમારા ઘરમાં દરિદ્રતા નહી આવે. અને બાળકો યુવાન અને વૃદ્ધ બધાનુ સ્વાસ્થ્ય સારુ રહેશે.
- ભારે વાસણ દક્ષિણ તરફ - રસોડામાં ભારે વાસણ, સિલબટ્ટો, મિક્સર વગેરે વસ્તુઓ દક્ષિણ દિવાલ તરફ મુકો
- પૂર્વ કે પૂર્વ ઉત્તરમાં પાણીનુ કંટેનર - રસોડામાં પીવાનુ પાણી એક્વાગાર્ડ ફિલ્ટર વગરે પૂર્વ કે પૂર્વ ઉત્તર ખૂણામાં મુકો
- પૂર્વ કે ઉત્તર તરફ મોઢુ - ભોજન બનાવનારી ગૃહિણીનુ મોઢુ પૂર્વ કે ઉત્તર દિશાની તરફ રહેવાથી ઘરના સભ્યોનુ સ્વાસ્થ્ય સારુ રહે છે.
- ગેસ ચુલ્યો પૂર્વમાં - સિલેંડર દ્ક્ષિણમાં રસોડામાં ગેસનો ચુલ્હાને પૂર્વ દિશામાં મુકો અને સિલેંડર દક્ષિણ દિશામાં મુકવુ જોઈએ.
- માઈક્રોવેવ ઓવન દક્ષિણમાં - રસોડામાં માઈક્રોવેવ ઓવન મિક્સર ગ્રાઈંડર વગેરે વસ્તુઓ દક્ષિણ દિશામાં મુકવી જોઈએ.
- ફ્રિજ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં - આમ તો રસોડામાં રેફ્રિજરેટર મુકવુ યોગ્ય નથી હોતુ. પણ જો મુકવુ જરૂરી છે તો તેને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ મુકો
- એંઠા વાસણ વધુ સમય સુધી ન રાખો - રરોડાને એકદમ સ્વચ્છ અને પવિત્ર રાખવુ જોઈએ. એંઠા વાસણને અધુ સમય સુધી રસોડામાં ન મુકવા જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.
સ્નાન વગર કિચનમાં ન જશો - સ્નાન કર્યા વગર ભોજન બનાવવાથી ભોજન બનાવવાથી અપવિત્ર થઈ જાય છે જે અમારા સ્વાસ્થ્ય માટે લાભપ્રદ નથી રહેતુ. તેથી ભોજનને સ્નાન અને ધ્યાન કરીને ખુશ મનથી બનાવવુ જોઈએ.