1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2023 (00:56 IST)

Vastu tips for money : આર્થિક તંગીથી પરેશાન છો તો કરો આ 5 ઉપાય

candle vastu
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો કે કર્જમાં ડૂબેલા છો અને આવા સમયે તમે ઈચ્છો છો કે અચાનક જ ક્યાકથી ધન પ્રાપ્ત થઈ જાય અને તમારી દરેક સમસ્યાનો અંત આવી જાય.  તો તમે આ માટે આ 5 ઉપાય અજમાવી શકો છો. 
 
ક્રસુલા ઓવાટા પ્લાંટ - તમે ઘરમાં બધા સ્થાન પર મની પ્લાંટ સાથે આ પ્લાંટ પણ લગાવી શકો છો. માન્યતા છે કે આ છોડને લગાવવાથી તે ધનને આકર્ષિત કરે છે. ભારતમાં આ પ્લાંટને કુબેરાશી પ્લાંટ કહે છે. 
 
ભોજપત્ર મુકો - તમે તિજોરીને દક્ષિણની દિવાલ સાથે અડીને એ રીતે મુકો જેનાથી તેનુ દ્વાર ઉત્તર તરફ ખુલે. ઉત્તર દિશા કુબેરની દિશા માનવામાં આવે છે. લાલ ચંદનને પાણીમાં ઓગાળીને તેનો ઉપયોગ શાહીની જેમ કરો અને મોર પંખની મદદથી અખંડિત ભોજપત્ર પર શ્રી લખો. હવે આ ભોજપત્ર તિજોરીમાં મુકી દો.  થોડાક જ દિવસમાં 
 
તેના ફાયદા શરૂ થઈ જશે. તમાર ઘરમા પૈસો વધતો જશે. 
 
સિક્કા - લાલ રિબનથી બાંધેલા સિક્કા દરવાજા પર લટકાવવામાં આવે છે. તેનાથી પણ ઘન અને સમૃદ્ધિ આવે છે. 
 
પર્સમાં શુ મુકવુ - પર્સમાં સિક્કા અને નોટને જુદા-જુદા મુકો. પર્સમાં રૂપિયા ક્યારેય પણ વાળીને કે ફોલ્ડ કરીને ન 
 
મુકશો. પર્સમાં 21 અખંડિત ચોખાના દાણા બાંધીને મુકો. પર્સ ડાબા ખિસ્સામાં મુકવુ અતિ શુભ માનવામાં આવે છે. 
 
તાંબુ, ચાંદીની વસ્તુઓ વૉલેટમાં મુકવી લાભકારક હોય છે.  પર્સમાં એક ચાંદીનો સિક્કો મુકો જેમા મા લક્ષ્મીની 
 
આકૃતિ બનેલી હોય. પર્સમાં લાલ રંગના કાગળ પર તમારી ઈચ્છા લખીને તેને રેશમી દોરાથી બાંધીને તમારા 
 
પર્સમાં મુકો. પર્સમાં સુગંધિત અત્તર પણ મુકી શકો છો. 
 
ઉંબરાની પૂજા - વાસ્તુ મુજબ ઉંબરો તૂટેલો-ફુટેલો કે ખંડિત ન હોવો જોઈએ. રેંડમલી રીતે બનાવેલો ઉંબરો પણ ન હોવો જોઈએ. આ પણ વાસ્તુદોષ ઉભો કરે છે.  દરવાજાનો ઉંબરો ખૂબ જ મજબૂત અને સુંદર હોવો જોઈએ. અનેક સ્થાને ઘરમાં ઉંબરો હોતો જ નથી જે વાસ્તુદોષ માનવામાં આવે છે.  કોઈપણ વ્યક્તિ આપણા ઘરમાં પ્રવેશ કરે તો ઉંબરો ઓળંગીને જ પ્રવેશ કરી શકે. સીધો ઘરમાં પ્રવેશ ન કરે. રોજ સાંજે ઉંબરાની પૂજા કરવાથી ઘરમાં લક્ષ્મી માતાનુ આગમન થાય છે.