મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 8 જાન્યુઆરી 2018 (17:11 IST)

Vastu Tips - ઘરનો નળ ટપકે છે તો વહી જશે તમારો પૈસો

જો તમે બરબાદ થવાથી બચવા માંગો છો તો તમારા ઘરના નળ પર ધ્યાન આપો.  તમારા ઘરમાં જો કોઈ નળ બંધ કરવા છતા  પણ પાણી સતત વહે છે કે ટપકે છે તો સમજી લેવુ જોઈએ ભવિષ્યમાં કોઈ મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમારા ઘરના કિચન કે બાથરૂમ કે અન્ય કોઈ સ્થાન પર નળમાંથી પાણી ટપકે છે તો આ વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે.  ખોટુ પાણી વહે એ પણ સારુ માનવામાં આવતુ નથી.  
 
વાસ્તુ અને ફેંગશુઈમાં બતાવ્યુ છે કે જે ઘરમાં નળ ટપકે છે ત્યા ફાલતૂ ખર્ચ વધુ થાય છે. પણ રસોડાનો નળ જો સતત ટપકતો રહે તો તે વધુ ખરાબ માનવામાં આવે છે. આ જ નળ તમને બરબાદી તરફ લઈ જાય છે. કારણ કે કિચનમાં અગ્નિનો વાસ હોય છે. જ્યા આગ અને પાણી એક સાથે થઈ જાય ત્યા બીમારીઓ, પરેશાનીઓ અને ફાલતૂ ખર્ચ શરૂ થઈ જાય છે. પાણી ફાલતુ વહેવાથી વરુણ દેવનો દોષ લાગે છે. શાસ્ત્રોમાં જળને પણ દેવતા જ માનવામાં આવે છે. જેના વગર કોઈપણ પ્રાણી માટે જીવન અશક્ય છે. તેનો અનાદર કરતા દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી નથી. 
 
વાસ્તુ મુજબ નળમાંથી ફાલતૂ પાણી વહેવુ ઘરમાં અશુભ પ્રભાવને વધારે છે.  આવા ઘરમાં પૈસાની કમી રહે છે.  એવુ માનવામાં આવે છે કે જે રીતે નળમાંથી વ્યર્થ પાણી ટપકતું રહે છે એ જ રીતે ઘરમાંથી પૈસા જાય છે. ફાલતુ ખર્ચ પણ અનેક પ્રકારના હોય છે. જેવા કે ઘરમાં કોઈ સભ્યનુ બીમાર રહેવુ. કોઈ તૂટ ફૂટ થવી. વેપારમાં નુકશાન થવુ.  આ જ રીતે અન્ય હાનિ થઈ શકે છે.  ટપકતો નળ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ વધારે છે.  આ પ્રકારના ખર્ચથી બચવા માટે ઘરમાં જો નળ ટપકતો હોય તો તેને તરત ઠીક કરાવી લેવો જોઈએ.