વાસ્તુ દેવતાની આ પ્રતિમા દૂર કરશે ધન સાથે જોડાયેલ દરેક સમસ્યા

Last Updated: મંગળવાર, 30 જુલાઈ 2019 (10:50 IST)
વાસ્તુ શાસ્ર ઘણી બધી એવી વસ્તુઓ વિશે બતાવે છે જેને અપનાવીને તમે તમાર ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરી શકો છો. વાસ્તુમાં અનેક એવી વસ્તુઓ બતાવી છે જેને ઘરમાં યોગ્ય સ્થાન પર મુકવાથી ધન સાથે સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે. ઘરમાં બરકત કાયમ રહે છે. સાથે જ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે.

હનુમાનજી - એવુ કહેવાય છે કે ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશામાં હનુમાનજીની પંચસ્વરૂપવાળી મૂર્તિકે તસ્વીર લગાવવી જોઈએ અને તેની નિયમિત પૂજા કરવી જોઈએ. તેનાથી ઘર ઘન ધાન્યથી ભરેલુ રહે છે અને ભગવાનની કૃપા પણ મળે છે.

લક્ષ્મી કુબેર - ઘરમાં મેન ગેટ પર ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની તસ્વીર કે સ્વસ્તિકનુ ચિન્હ લગાવવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી થતી નથી. આ સાથે જ જો લક્ષ્મીજીની પૂજા રોજ કરવામાં આવે તો વ્યક્તિને કોઈ વસ્તુની ક્યારેય કમી રહેતી નથી.

વાસ્તુ દેવતા - ઘરમાં વાસ્તુની મૂર્તિ કે તસ્વીર મુકવાથી ઘરના બધા વાસ્તુ દોષ ખતમ થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથે.

પિરામિડ - તમે ઘરના જે ભાગમાં ઘરના બધા સદસ્યો વધુ સમય વિતાવે છે. ત્યા ચાંદી પિત્તળ કે તાંબાનુ પિરામિડ મુકો. આ ઘરના સભ્યોની આવકમાં વધારો કરશે.

પાણીથી
ભરેલો ઘડો
- વાસ્તુ મુજબ ઘરની ઉત્તર દિશામાં પાણીથી ભરેલી સુરાઈ ઘડો મુકવો જોઈએ. તેનાથી ઘરમાં ધનની કમી થતી નથી. સુરાઈ ન મળે તો નાનકડો ઘડો પણ મુકી શકો છો. પણ ધ્યાન રાખો કે ઘડો ક્યારેય ખાલી ન રહે.આ પણ વાંચો :