1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2015
Written By
Last Updated : બુધવાર, 14 જાન્યુઆરી 2015 (16:12 IST)

વાઈબ્રન્ટ ગુજરાત 2015 કેટલો સફળ રહ્યો ? નરેન્દ્ર મોદી PM બન્યા પછી ગુજરાતને કેટલો ફાયદો ?

વાઈબ્રન્ટ ગુજરાત 2015 કેટલો સફળ રહ્યો ? નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી આ સંમેલનથી ગુજરાતને કેટલો ફાયદો થયો ? શુ વિદેશી રોકાણકારોનો ભરોસો નરેન્દ્ર મોદીમાં કાયમ છે. શુ ભારતને લઈને તેમના વલણમાં કોઈ ફેરફાર આવ્યો છે ? કે પછી આ વર્ષના આયોજને નરેન્દ્ર મોદી માટે મુશ્કેલી વધારી દીધી છે ?
આ પ્રશ્નોના જવાબ આપી રહે છે આ વાઈબ્રન્ટ પર બનેલ એક રિપોર્ટ..
 
રોકાણકારોને આકર્ષિત કરવા માટે બોલાવવામાં આવેલ સંમેલનોમાં માત્ર કપડાંઓનો સ્ટોલ નથી હોતો. પણ વાઈબ્રન્ટ ગુજરાત 2015 આ મામલામાં આપવાદ સાબિત થયો.  અહી કપડાંના સ્ટોલ પર બે જ આઈટમ હતી. કોલરવાળી જેકેટ કે પછી કોલરવાળી શર્ટ. આ બંને આઈટમ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફેશન સ્ટેટમેંટમાં સામિલ થઈ ચુકી છે. મોદી જેકેટની તસ્વીર નીચે લખ્યુ છે.. અહીથી સ્મૃતિચિન્હના રૂપમાં આ ઘરે લઈ જાવ. ભારતમાં બન્યુ છે અને દુનિયાભરમાં પસંદ કરવામાં આવ્યુ છે. 
 
વાઈબ્રન્ટ ગુજરાત 2015 દરમિયાન ગુજરાતમાં ચારે બાજુ રાજ્યના 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચુકેલ નરેન્દ્ર મોદીનો જલવો જોવા મળ્યો.  
 
મોદીનુ અંગ્રેજી ભાષણ - મોદીનો ચેહરો દરેક પ્રચાર બોર્ડ પર જોવા મળી રહ્યો છે. એટલુ જ નહી એક સ્ટોલ પર તો આવનારા લોકો પ્રધાનમંત્રીની ફોટો સાથે જ સેલ્ફી લેતા જોવા મળ્યા. 
 
જો કે અધિકારિક તસ્વીરોમાં નરેન્દ્ર મોદી અમેરિકી વિદેશ મંત્રી જૉન કેરી. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ અને વર્લ્ડ બૈંક પ્રમુખની સાથે જોવા મળ્યા. પોતાની સરકારના ડઝનો મંત્રીઓ અને દુનિયાભરમાં વેપાર કરનારી કંપનીઓના પ્રમુખોની સાથે પણ મોદીએ ફોટા પડાવ્યા. 
 
વાઈબ્રન્ટ ગુજરાત 2015 રાજ્યમાં ભારે ભરકમ રોકાણ એકત્ર કરવામાં પણ સફળ રહ્યુ. નરેન્દ્ર મોદીએ આ સંમેલનમાં અંગ્રેજીમાં ભાષણ આપ્યુ. પોતાના સંબોધનમાં મોદીએ સ્પષ્ટ કર્યુ કે વેપાર માટે ભારત સંપૂર્ણ રીતે ઓપન છે.  તેમણે કહ્યુ અમારી પાસે કામ કરનારા વધુ હાથ છે અને સાચા કરવા માટે ઢગલો સપના પણ. 
 
અરબોનું રોકાણ - સંમેલનમા પહેલા જ દિવસે ભારતીય કંપનીઓએ રાજ્યમાં સેકડો અરબોનુ રોકાણ કરવાની જાહેરાત કરી દીધી. જોકે વિશ્લેષકોનુ કહેવુ છે કે આમ તો સંમેલનોમાં કરવામાં આવેલ જાહેરાતો જરૂરી નથી કે પુર્ણ થાય. અને તેનો ઈતિહાસ રહી ચુક્યો છે. 
 
આ દરમિયાન રાજ્યમાં વિદેશી રોકાણની પણ જાહેરાતો થઈ. બ્રિટન તરફથી રાજ્યમાં પાવર પ્લાંટમાં લગભગ 1.5 અરબ ડોલરના રોકાણની જાહેરાત થઈ. 
 
બ્રિટનના વાણિજ્ય મંત્રી લાર્ડ લિવિંગસ્ટને બીબીસીને જણાવ્યુ કે આ રોકાણની પાછળ નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકા છે. 
 
લાર્ડ લિવિંગસ્ટને કહ્યુ. તે(મોદી) ભારતમા વેપાર હિસાબથી સારુ વાતાવરણ આપવાની  કોશિશ કરી રહ્યા છે. હુ ભારતીય અને બ્રિતાની વેપારીઓમાં ઉત્સાહ જોઈ રહ્યો છુ. અમને ટૂંક સમયમાં જ થોડો ફેરફાર જોવા મળશે. 
 
સંમેલનમાં ભાગ લેનારા પ્રતિનિધિયોને એક ફિલ્મ પણ બતાડવામાં આવી. જેમા બતાવાયુ કે કેન્દ્ર સરકારે સત્તા સાચવ્યા પછી વીમા.રક્ષા અને રેલમાં રોકાણ વધારવા માટે શુ શુ નિર્ણયો લીધા છે. 
 
અનેક પગલા લેવાની જરૂર - બીજી બાજુ કેટલાક લોકોનુ કહેવુ છે કે જમીની સ્તર પર હજુ પણ અનેક પગલા ઉઠાવવાની જરૂર છે.  અમેરિકી મૈન્યુફૈક્ચરિંગ અને ટેકનોલોજી ફર્મ ઈમર્સનના અધ્યક્ષ એડવર્ડ મોનસર કહે છે. અમે અનેક પરિયોજનાઓમાં ઘણો વિલંબ બતાવ્યો છે. તેને જેટલી જલ્દી મંજુરી મળશે એટલી ઝડપથી અર્થવ્યવસ્થાનો વિકાસ થશે. 
 
વીતેલા વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનમાં અર્થવ્યવસ્થાનો મુદ્દો જ કેન્દ્રમાં હતો. તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ દેશભરમાં ગુજરાત જેવો વિકાસ લાવી દેશે.  
 
નરેન્દ્ર મોદીના વિરોધીઓનું કહેવુ હતુ કે ગુજરાત બીજા અનેક રાજ્યોની તુલનામાં પાછળ છે. અનેક લોકો ગુજરાતમાં કુપોષણ અને શિક્ષા સ્તર પર પણ સવાલ ઉઠાવતા રહ્યા છે.  વર્લ્ડ બેંકના અધ્યક્ષ જિમ યોગ કિમે સંમેલનમાં પોતાના ભાષણમાં ભારતને સાધારણ વૈશ્વિક આર્થિક દ્રષ્ટિ છતા આશાઓનુ કેન્દ્ર બતાવ્યુ. 
 
તેમણે એ પણ કહ્યુ કે ભારતમાં જો વિકાસનો ફાયદો વધુ લોકો સુધી પહોંચાડવો છે તો જાતીય ઓળખ અને અન્ય ભેદભાવથી ભારતીય સમાજને ઉપર ઉઠવુ પડશે. 
 
મોદીના પડકાર - વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનની બહાર સ્થાનીય લોકોમાં કેટલાક આ પ્રકારના ભાવ જોવા મળ્યા 
 
સંમેલનની બહાર રિક્ષાની રાહ જોઈ રહેલ એક મહિલાએ કહ્યુ કે રાજ્ય સરકારે આ સંમેલન પર ખૂબ જ પૈસો ખર્ચ કર્યો છે પણ તે ગરીબો માટે ઘણુ બધુ નથી કરી રહી.  
 
આ જ મહિલાએ જ્ણાવ્યુ કે કુકિંગ ગેસના ભાવ ડબલ થઈ ચુક્યા છે અને નવી નીતિ હેઠળ તેનુ બેંક એકાઉંટ ખોલ્યુ છે. જેના કારણે બેંક સુધી આવવા-જવાનો ખર્ચ પણ વધી ગયો છે. 
 
મોદીને ભારતીય વેપાર જગતનુ સમર્થન જરૂર મળ્યુ છે. બહારના રોકાણકારોનો વિશ્વાસ પણ તેમનામાં જોવા મળી રહ્યો છે. પણ ભારતના લોકોનું પુર્ણ સમર્થન મેળવવુ આજે પણ તેમના માટે પડકાર છે.