1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2015
Written By
Last Modified: બુધવાર, 7 જાન્યુઆરી 2015 (14:27 IST)

સ્વચ્છ ભારત અભિયાન હવે જન આંદોલન બની ગયુ છે - સુષમા સ્વરાજ

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે પ્રવાસી દિવસ સમારંભનુ ઉદ્દઘાટન પ્રસંગે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાન હવે એક જન આંદોલન બની ગયુ છે. મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફરવાના સો વર્ષ પુર્ણ થવાને સમર્પિત 13મો પ્રવાસી દિવસ સમારંભ 'ભારત કો જાનો ભારત કો માનો' પર કેન્દ્રીત છે. જેમા ભારતની પ્રાચીન સમુદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ગૌરવ ગાથાની સાથે આધુનિક ભારતની ઉપલબ્ધિયોને પણ દર્શાવવામાં આવશે. આ વર્ષના પ્રવાસી ભારતીય દિવસની મેજબાની ગાંધીજીની જન્મભૂમિવાળા ગુજરાત રાજ્યને જ મળી છે. સો વર્ષ સમારંભ માટે ખ્કાસ લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. 
 
સમારંભનુ ઉદ્દઘાટન બુધવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કર્યુ.  આ વખતે પ્રવાસી દિવસ સમારંભમાં મોદી સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમ મેક ઈન ઈંડિયા ઉપરાંત સ્વચ્છ ભારત. નમામિ ગંગે. સ્કિલ ડેવલોપમેંટ સ્માર્ટ સિટી જેવી સરકારની ફ્લૈગશિપ પરિયોજનાઓના પ્રચાર પર જોર રહેશે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠ જાન્યુઆરીના રોજ આ આયોજનમાં ભાગ લેશે. જ્યારે કે નવ જાન્યુઆરીએ રાષ્ટૃપતિ પ્રણવ મુખર્જી સમારંભને સંબોધિત કરશે. 
 
વાઈબ્રન્ટ સપ્તાહની શરૃઆત ૭ જાન્યુઆરીએ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને વિદેશ પ્રધાનમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ મહાત્મા મંદિર ખાતે યંગ પ્રવાસી ભારતીય કાર્યક્રમનું ઉદઘાટન, ગ્લોબલ ગુજરાત ટ્રેડ શો અને પીબીડી પ્રદર્શનના એકિઝબિશન ગ્રાઉન્ડ પરના ઉદ્ઘાટનથી  કર્યું હતું. આ પ્રદર્શનમાં ૧૫૦થી વધુ દેશના અઢી હજાર જેટલા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે.

  આજ રોજ યંગ પ્રવાસી ભારતીય દિન નિમિત્તે પણ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી છે. જેમાં વિશ્વભરમાંથી એનઆરઆઈ ઉપસ્થિત રહેશે. ૮મીએ પીબીડીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તાવાર રીતે ઉદઘાટન કરી તેમને ડેલિગેટસને સંબોધન કરશે. ગાંધીજીના જીવન-કવન પર આધરિત દાંડી કુટિરનું પણ તેઓ ઉદઘાટન કરશે. તે સાથે ભારતમાં રોકાણની તકો અને ઈન્ડિયન ડાયસ્પોરાની સિદ્ધિઓ અને તેમની ભૂમિકા તથા ગાંધીયન ફિલોસોફીની વર્તમાન સદીમાં ભૂમિકા પર કાર્યક્રમ યોજાશે. ૯ મીએ સિદ્ધિ મેળનારા પ્રવાસી ભારતીયોનું સન્માન થશે અને એનઆરઆઈને લગતા વિવિધ પ્રશ્નો સાથે સમાપન કરાશે. ૮ અને ૯મી એ કાંકરિયા અને રિવફ્રન્ટ પર સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાશે. જેમાં એનઆરઆઈને રસ પડે તે રીતે ગાંધીજી પરનો ડકયુમેડ્રામા અને દેશબરના લોકનૃત્યોની ઝલક મળી રહે તેવા કાર્યક્રમો ડિનર સાથે ગોઠવાયા છે.