1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2015
Written By
Last Modified: ગાંધીનગર. , મંગળવાર, 13 જાન્યુઆરી 2015 (11:20 IST)

જોન કેરી ગુજરાત મોડલ ફિદા.. કરશે 1 બિલિયન ડોલરનું રોકાણ

અમેરિકાના વિદેશ પ્રધાન. સેક્રેટરી ઓફ સ્ટેટ, જોન કેરીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના બીજા દિવસે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં વિકાસ થયો છે. હુ ગુજરાતના વિકાસથી પ્રભાવિત થયો છુ. નરેન્દ્ર મોદીએ ગુજરાતને નવી દિશા આપી છે. મોદી સરકારના નિર્ણયો દેશની દશા બદલી શકે છે. 
 
તેમણે ઉમેર્યુ હતુ કે ભારત અમેરિકા બંને વિકાસ ઈચ્છીએ છીએ. અમે સંબંધો વધુ મજબૂત બનાવવા આતુર છીએ. અમે ફ્રાન્સની મદદ માટે સાથે છીએ. ગુજરાત બીજા દેશો માટે માર્ગદર્શક છે. ભારત અને અમેરિકા વચ્ચે વાર્ષિક વેપાર 2000ની વર્ષ પછી પાંચ ગણો વધ્યો હોવાનુ ઉલ્લેખતા કેરીએ જણાવ્યુ હતુ કે બંને દેશોમાં દ્વિપક્ષીય એફડીઆઈ અત્યારે 30 બિલિયન યુએસ ડોલર જેટલુ છે. બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો દરેક સ્તરે મજબૂત રહેશે અને વડાપ્રધાન મોદીના લક્ષ્યાંક પ્રમાણે બંને દેશો વચ્ચે વાર્ષિક વેપારમાં પાંચ ગણો વધારો થશે અને બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ લઈ જવાશે. 
 
મોદી સાથે ક્લાયમેન્ટ ચેન્જ અંગે વાત થઈ છે. મેરી ટાઈમ અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યુ કે વિશ્વના બે મોટા લોકતંત્રો એક થયા છે. આતંકવાદ પર બોલતા તેમણે કહ્યુ કે આતંકવાદ સાથેની લડાઈમાં અમેરિકા ફ્રાંસની સાથે છે. ફાંસમાં જે કંઈ બન્યુ તે ખરેખર નિંદનીય છે. 
 
તેમણે કહ્યુ કે ભારતમાં અમેરિકી રોકાણ વધી રહ્યુ છે. ભારતમાં રોકાણ કરવુ સ્માર્ટ રસ્તો છે ગુજરાતમાં રોકાણ કરવુ સૌથી ઉત્તમ છે. સમય સાથે અમેરિકાની કંપનીઓનુ ભારતમાં રોકાણ વધ્યુ છે. ફોર્ડ કંપની ગુજરાત પ્લાન્ટ માટે 1 બિલિયન ડોલર રોકાણ કરશે.