1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2015
Written By
Last Modified: ગાંધીનગર. , મંગળવાર, 13 જાન્યુઆરી 2015 (10:54 IST)

‘વાઈબ્રેન્ટ ગુજરાત’ નુ પ્રતિબિંબ ‘વાઈબ્રન્ટ ઈંડિયા’માં જોવા મળશે - રાજનાથ સિંહ

ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે વિકાસના ગુજરાત મોડલની પ્રશંસા કરી અને કહ્યુ કે ‘વાઈબ્રેન્ટ ગુજરાત’નુ પ્રતિબિંબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વાઈબ્રન્ટ ઈંડિયા’માં જોવા મળશે. 
 
અહી મહાત્મા મંદિરમાં વાઈબ્રેન્ટ ગુજરાત સંમેલનના સમાપન સમારંભને સંબોધિત કરતા રાજનાથે કહ્યુ. ‘ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં. મોદીએ આપણને વિકાસનુ ગુજરાત મોડલ આપ્યુ જે નાની ઉપલબ્ધિ નથી. હવે પ્રધાનમંત્રીના રૂપમાં ‘વાઈબ્રેન્ટ ગુજરાત’નુ પ્રતિબિંબ ‘વાઈબ્રન્ટ ઈંડિયા’માં જોવા મળશે. 
 
રાજનાથે કહ્યુ કે સંમેલન મોટી સફળતા છે. તેમણે કહ્યુ, 'હુ અહી ચાર દિવસની અંદર બે વાર આવ્યો. મે બંને પ્રવાસી ભારતીય દિવસ અને વાઈબ્રેંન્ટ સંમેલનને નિકટથી જોયુ. સાચે જ આ ગુજરાતની માટી અને પાણીનો જાદુ છે કે બંને આયોજન જોરદાર રૂપમાં સફળ રહ્યા." 
 
ગૃહમંત્રીએ મોદીને મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પંક્તિમાં મુક્યુ અને કહ્યુ. 'ગુજરાતે અનેક મહાન નેતા આપ્યા છે. જેવા કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ. હુ કહેવા માંગીશ કે ભારતની સ્વતંત્રતા પછી મોદી એકમાત્ર એવા વ્યક્તિ છે જેમણે દેશના રાજનીતિક પરિદ્રશ્યને બદલી નાખ્યુ.