શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાયબ્રંટ ગુજરાત 2015
Written By
Last Modified: ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (18:00 IST)

બિલ ગેટ્‍સ વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર સમિટ ૨૦૧૫માં આવે તો નવાઇ ન પામતા!

માઇક્રોસોફ્‌ટના સ્‍થાપક અને વિશ્વના સૌથી અમીર વ્‍યક્‍તિ બિલ ગેટ્‍સ વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર સમિટ ૨૦૧૫માં હાજરી આપવા માટે તૈયાર થઇ ગયા છે. વાઇબ્રન્‍ટ સમિટની જોરદાર તૈયારી હાલમાં ચાલી રહી છે. ઉચ્‍ચસ્‍તરીય સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ  વાઇબ્રન્‍ટમાં ભાગ લેવા મામલે બિલ ગેટ્‍સની ઓફિસ તરફથી માહિતી આપવામાં આવી છે. તેમની હાજરીને લઇને તેમની ઓફિસે પણ સમર્થન આપ્‍યું છે. તેમનો વિસ્તારપૂર્વકનો કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્‍યતા છે.

ગ્‍લોબલ સીઇઓ કોન્‍ક્‍લેવમાં વિકાસશીલ દેશોમાં ઇનોવેશનના ક્ષેત્રમાં તેઓ મહત્‍વપૂર્ણ નિવેદન કરે તેવી શક્‍યતા છે. અધિકારીઓએ કહ્યું છે કે ગુજરાતમાં કોઇ મોટા મુડીરોકાણ મામલે માઇક્રોસોફ્‌ટ તરફથી કોઇ વાત કરવામાં આવી નથી. કેટલીક ટોકન જાહેરાત કરવામાં આવી શકે છે. ગુજરાત વાઇબ્રન્‍ટમાં ભાગ લેવા માટે પહેલાથી જ અમેરિકાના વિદેશ પ્રદાન જહોન કેરી જાહેરાત કરી ચુક્‍યા છે. ભારતમાં અમેરિકાના રાજદુત કેથલીન સ્‍ટેફેન્‍સ પણ હાજરી આપવાની જાહેરાત પહેલાથી જ કરી ચુક્‍યા છે.

યુએસ ઇન્‍ડિયા બિઝનેસ કાઉન્‍સિલ પણ ઇવેન્‍ટમાં સામેલ થવા માટે તૈયાર છે. જે સત્તાવાર પાર્ટનગર ઓર્ગેનાઇઝેસન તરીકે ભાગ લેનાર છે. યુએસ વનબીસી અને માસ્‍ટર કાર્ડના સીઇઓ અજય બગ્‍ગા સહિતના ટોચના સીઇઓ પણ આમાં હાજરી આપવા માટે તૈયાર થયા છે. સમિટની છેલ્લા કેટલાક સમયતી જોરદાર તૈયારી ચાલી રહી છે. રાજ્‍યના મુખ્‍યપ્રધાન તરીકે નરેન્‍દ્ર મોદી હતા ત્‍યારે આ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે સફળ આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ જોરદાર આયોજન કરવામાં આવી રહ્યું છે.