1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2015
Written By
Last Modified: શનિવાર, 10 જાન્યુઆરી 2015 (17:02 IST)

ભારતનાં અન્ય રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોમાં મુડીરોકાણ કરવા આમંત્રણ આપ્યું

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલા ત્રિદિવસીય પ્રવાસી ભારતીય દિવસનું સમાપન થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, કેરળ સહિત અનેક રાજ્યોના વડાઓએ પોતાનાં રાજ્યોમાં બિનનિવાસી ભારતીયોને મૂડીરોકાણ કરવા અને રાજ્યના વિકાસમાં મહત્તમ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ચર્ચાસત્રને સંબોધતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રની ૧૦ ટકા વસતી ધરાવતું મહારાષ્ટ્ર, રાષ્ટ્રના જી.ડી.પી.માં ૧પ ટકા હિસ્સો આપતું પ્રગતિશીલ રાજ્ય છે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મેઇક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાના સપનાને પૂરા કરવા માટે મહારાષ્ટ્રે પ્રયાસો હાથ ધર્યા છે. આગામી વર્ષ્ા મહારાષ્ટ્ર ડિજિટલ યર તરીકે ઉજવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આગામી સમયમાં રૂા.૧ લાખ કરોડનું મૂડીરોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મહારાષ્ટ્ર કરવા માગે છે તેમ જણાવી ફડણવીસે ઊર્જા, શિક્ષણ, ગ્ાૃહનિર્માણ, સ્માર્ટ સિટી તથા ટૂરિઝમ જેવા વિવિધ ક્ષેત્રે મહારાષ્ટ્રએ રહેલી તકોની વિગતો રજૂ કરી હતી.

જ્યારે ભાજપ શાસિત મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ભારતવાસીઓને એક નવા આત્મવિશ્ર્વાસથી ભરી દીધા છે. આ બીજા નરેન્દ્રભાઇ પૂર્વના નરેન્દ્રનું (સ્વામી વિવેકાનંદ) સ્વપ્ન સાકાર કરવા આગળ વધી રહ્યા છે. ભારતે જ સમગ્ર વિશ્ર્વને સાચા સુખનો રસ્તો બતાવ્યો છે તેમણે મધ્યપ્રદેશની ઔદ્યોગિક નીતિ, ર૪ કલાક વીજળી, શાંતિપૂર્ણ કાયદો વ્યવસ્થા, ઔદ્યોગિક શાંતિનો ઉલ્લેખ કરી મૂડીરોકાણ કરવા તેમજ પ્રવાસનના હેતુથી પણ મધ્યપ્રદેશ આવવા અનુરોધ કર્યો હતો. આગામી એપ્રિલ ૨૦૧૬માં દેશના ચાર પૈકીના એક કુંભમેળાના સ્થાન એવા ઉજજૈનમાં અચૂક પધારવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, હરિયાણાનું પહાડી સૌન્દર્ય અને અનેકવિધ મલ્ટિનેશનલ કંપની અને મહત્ત્વની રાષ્ટ્રીય કંપનીઓની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતું હરિયાણા દેશમાં જ નહીં, પરંતુ હવે વિદેશમાં પણ સ્વીકૃત બન્યું છે. તેમણે ગુજરાત દ્વારા કરવામાં આવેલા વિકાસ પ્રયાસની નોંધ લઇ જણાવ્યું હતું કે, હરિયાણા રાજ્યે વડા પ્રધાનના મેઇક ઇન ઇન્ડિયા અને સત્યમેવ જયતે જેવા મિશનને સાકાર કરવા કમર કસી છે. ગ્રામીણ સાથે શહેરી વિકાસ ઉપર પણ ભાર આપીને રાજ્યે કૌશલ્ય વિકાસ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે દિલ્હી, મુંબઇ ઇન્ડસ્ટ્રિઅલ કોરીડોર એ ઔદ્યોગિક વિકાસનું નવું સ્થળ દર્શાવ્યું હતું. તેમણે હરિયાણાના ક્ષમતા નિર્માણ, સ્પર્ધાત્મકતા અને ઔદ્યોગિક શાંતિને વિકાસના પાયારૂપ ગણાવ્યા હતા.

ગોવાના મુખ્ય પ્રધાન લક્ષ્મીકાંત પારસેકરે ગોવાને દેશનું કુદરતી સૌન્દર્યધામ ગણાવી જણાવ્યું હતું કે, કુદરતી સંપદાથી ભરપૂર ગોવા રાજ્ય દેશના ઔદ્યોગિક વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રતિબધ્દ્ધ છે. ગોવામાં ગુણવત્તાલક્ષી જીવન ઉપરાંત ઉદ્યોગોને અનુરૂપ પોલિસી રાજ્યમાં ઉદ્યોગકારોને આકર્ષ્ો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગોવા રાજ્ય નૉલેજ બેઇઝ્ડ, આઇ.ટી. આધારિત તેમજ બાયો ટેકનોલોજી, ટૂરિઝમ, એગ્રો ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રે ઉદ્યોગકારોને આકર્ષ્ાવા ખાસ આયોજન કયુર્ં છે. ગુજરાતના સર્વાંગી વિકાસની નોંધ લેતા પારસેકરે ગોવાને ઇન્ટરનેશનલ ટૂરિઝમ ડેસ્ટિનેશન બનાવવાની વિકાસ રેખા દર્શાવી હતી. તેમણે સિમ્પલ, પીસ અને ક્વીક ગોવા, સમ્ાૃદ્ધિ, સંસ્કૃતિ અને કલા વારસાથી સમ્ાૃદ્ધ છે. તેમણે સૌને ગોવાના વિવિધ ફેસ્ટિવલ માણવા આમંત્રણ પાઠવ્યું હતું.