1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2015
Written By
Last Modified: સૂરત , મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (16:20 IST)

વાઈબ્રંટ ગુજરાત : સૂરત કોર્પોરેશનના 11,000 કરોડના પ્રોપર્ટી કરારો

વાઈબ્રંટ ગુજરાત સમિટ દરમ્યાન સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશન  11,000 કરોડ રૂપિયાના સમજૂતોના કરારો પ્રોપર્ટી ડેવલપર સાથે કરશે. 140 જેટલી ખાનગી ડેવલપર સાથે એસએમસી એવા પ્રોજેક્ટ અંગે જ સમજૂતી કરશે જેમના પ્લાન મંજૂર થયા હોય એસએમસીના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ તોરવણે કહે છે કે જે પ્રોજેક્ટ હજૂ શરૂ ના થયા હોય તેની સાથે અમે સમજૂતી નહીં. કરીએ પરંતુ જે પ્રોજેક્ટ શરૂ થઈ ગયેલા હોય તેની સાથે અમે આગળ વધીશું. 
 
એસએમસી હાલ શહેરના નવા વિકસિત વિસ્તારોમાં રીઅલ એસ્ટેટ ડેવલપમેંટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. એ સિવાય સૂરતનું રેલ્વે સ્ટેશન પણ નવું બનાવાની યોજના છે. 
 
સૂરતમાં રીઅલ એસ્ટેટ ડેવલપર દિલીપ પટેલ અવધ 625 કરોડ રૂપિયાના ત્રણ પ્રોજેક્ટ અંગે સમજૂતી કરશે દિલીપ પટેલ કહે છે કે અમારા ત્રણ પ્રોજેક્ટ અંડર કંસ્ટ્ર્કશન છે.  અમારા મહત્વના પ્રોકેજ્ટ બનુમાણી રહેણાકના છે જે આગામી 2-3 લોકોને રોજગારી મળશે. 
 
વાઈબ્રંટ ગુજરાતમાં એસએમસી સાથે સમજૂતીઓ કરીને શહેરમાં નવા 60000 નવા ઘરો મળશે અને લગભગ 20000 લોકોને રોજગારી મળશે. 
 
સૂરત રેલ્વે સ્ટેશનનં નવીની કરણ થશે. 
 
સૂરત રેલ્વે સ્ટેશનનું 5000 કરોડ રૂપિયાના ખર્ચે ના સર્જન કરવામાં  આવશે. ગુજરાત વાઈબ્રંટ સમિટમાં એસએમસી ઈંડિયન રેલ્વે અને ગુજરાત ઈંફ્રસ્ટ્રકચર બોર્ડ વચ્ચે સૂરત રેલ્વે સ્ટેશનના આધુનિકરણના કરાશે થશે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ આવતા ચાર વર્ષોમાં સૂરત રેલ્વે સ્ટેશનને નવું નક્કોર બનાવાશે.