શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2017
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2016 (16:23 IST)

વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ઃVVIP માટે હોટલોમાં ૮૫૦ રૃમ બુક કરાયાં

ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાત - ૨૦૧૭ માટે પાટનગર ગાંધીનગરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ૧૨ કન્ટ્રી પાર્ટનર દેશોમાંથી અંદાજે ૨૦ હજાર ડેલિગેટ્સ,સીઆઇઓ સહિતના મહેમાનો ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાતમાં હાજરી આપે તેવો અંદાજ છે. વાયબ્રન્ટ સમિટમાં આવનારાં મહેમાનો માટે અમદાવાદ શહેરની ફાઇવ -ફોર સ્ટાર હોટલોના કુલ ૮૫૦ રૃમો બુક કરાયાં છે.સૂત્રોના મતે, રાજ્ય સરકારને અત્યાર સુધી ૮૫૦ વિદેશી મહેમાનોનુ કન્ફર્મેશન મળ્યું છે . જેમ જેમ રજીસ્ટ્રેશન -કન્ફર્મેશન મળશે તે પ્રમાણે હોટલ સહિતની અન્ય સુવિધા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે, ગત વખતે તો મહેમાનો માટે હોટલોના રૃમો પણ ખૂટી પડયાં હતાં પરિણામે રિસોર્ટ-ટેન્ટમાં મહેમાનોને રાખવા પડયા હતાં.આ વખતે મહેમાનો માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હોટલોમાં ય લાયઝન ઓફિસરો ગોઠવાશે. આ ઉપરાંત મહાત્મા મંદિરમાં મહેમાનોને તમામ પ્રકારની માહિતી મળી રહે તે માટે એક અલાયદુ ઇન્ફર્મેશન સેન્ટર ઉભુ કરવામાં આવશે. એરપોર્ટ પર પણ મહેમાનોની આગતા સ્વાગતા માટે ગેસ્ટ ટેન્ટ ખડુ કરાશે જેમાં વેલકમ ડ્રિન્કસથી માંડીને તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. એરપોર્ટ પર મહેમાનો માટે બીએમડબલ્યુથી માંડીને વિવિધ મોડેલની કારોનો કાફલો ઉભો રહેશે. ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાત સમિટની એક દિવસીય મુલાકાતે આવનારાં ડેલિગેટ્સ અને મહેમાનોની સંખ્યા વધુ છે એટલે હોટલોમાં રોકાણની સમસ્યા નથી.