શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2017
Written By
Last Modified: શનિવાર, 31 ડિસેમ્બર 2016 (13:54 IST)

વાઇબ્રન્ટ સમિટ 'પાવર હાઉસ' બનશે, બે દેશના વડાપ્રધાન, નાયબ PM વિદેશોના અનેક મંત્રીઓ આવશે

તા. ૧૦ થી ૧૩ જાન્યુઆરીએ ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં ૮મી વાયબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. આ સમિટમાં બે દેશોના વડાપ્રધાનો, નાયબ વડાપ્રધાનો તેમજ વિદેશોમાં કેબીનેટ કક્ષાનાં મંત્રીઓ, એમ્બેસેડરો, હાઈ કમિશનરો પોતાનાં વિશાળ કાફલા સાથે જોડાશે. અમેરીકા સરકારમાંથી નિશા દેસાઈ ડેલિગેશન લઇને વાયબ્રન્ટમાં હાજર રહેશે.આ સમિટમાં કુલ ૧૨ પાર્ટનર કન્ટ્રી રહેશે. જેમાં ઓસ્ટ્રેલીયા, કનેડા, ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ, પોલેન્ડ, સિંગાપોર, સ્વીડન, યુએઇ, બ્રિટન અને અમેરીકાનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય આઠ પાર્નરોનું વાયબ્રન્ટને સમર્થન મળશે. જેમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, ઇન્ડો કેનેડા ચેમ્બર્સ ઓફ કોમર્સ, જાપાન એક્ષ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, યુએઇ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ ઇન્ડિયા બિઝનેસ, બ્રિટિશ કાઉન્સિલ અને ઇન્ડો ફ્રેન્ચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.વિવિધ દેશોનાં નેતાઓ સાથે ૫૦ થી માંડીને ૨૦૦થી ૨૫૦ વ્યક્તિઓ સાથેનું મોટું પ્રતિનિધિ મંડળ પણ આવશે. જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વિવિધ દેશની ટોચની કંપનીઓનાં પ્રતિનિધિઓ પણ હશે. સમગ્ર વાયબ્રન્ટ સમિટને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે વિવિધ મેનેજમેન્ટ કમિટીઓ બનાવાઈ છે. તેમને નિશ્ચિત જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ વખતે પ્રથમવાર જ રાઉન્ડ ટેબલમાં પસંદગીના CEO ને જ હાજર રાખવામાં આવશે. ગાંધીનગરનાં હેલીપેડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોમાં મોટાભાગના સ્ટોલ્સ વેચાઈ ગયા છે. બાકી રહેલા સ્ટોલ્સનાં વેચાણની પ્રક્રિયા ચાલુ છે.