શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (17:26 IST)

ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચી ITC નર્મદા હોટલની બહાર ચાહકોનો જમાવડો

team india
team india
વર્લ્ડ કપ 2023ની હાઇ વોલ્ટેજ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદ આવી પહોંચી હતી, તો આજે ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચી છે.



ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, બૂમરાહ સહિતના ખેલાડીઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બાદમાં બસમાં બેસી ટીમ ITC નર્મદા હોટલ પહોંચી છે. ફેવરિટ પ્લેયર સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવા ક્રિકેટરસિકોએ પડાપડી કરી હતી.બીજી તરફ, ITC નર્મદા હોટલની બહાર ઇન્ડિયન ક્રિકેટ ટીમને જોવા લોકો ટોળે વળ્યા હતા. લોકો ટીમની એક ઝલક જોવા માટે હોટલની આજુબાજુ ઊભા રહી ગયા હતા. હોટલમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોટલના આગળના દરવાજેથી પોલીસ દ્વારા તમામ લોકોને દૂર કરવામાં આવ્યા હતા.