ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 26 માર્ચ 2015 (17:50 IST)

શુ વિરાટનો એક રન જોવા આવી હતી અનુષ્કા ?

વિશ્વ કપના સેમીફાઈનલ મુકાબલામાં વિરાટ કોહલીના આઉટ થયા પછી તેમની દોસ્ત અનુષ્કા શર્મા નિશાના પર આવી ગઈ છે. 
 
ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ આ અહમ મુકાબલામાં કરોડો ક્રિકેટ પ્રેમીયોને વિરાટ કોહલી તરફથી મોટા દાવની આશા હતી, પણ તે એક રન બનાવીને આઉટ થઈ ગયા. 
 
અનુષ્કા પર નિશાન તાક્યુ
 
ત્યારબાદ તો અનુષ્કાને નિશાન બનાવતા ટવીટર પર ટિપ્પણીયો થવા લાગી. 
 
વિક્રાંત મલિકે ટ્વીટ કર્યુ, 'તમે આવુ કેમ કર્યુ.. શુ મળ્યુ તમને સિડની પહોંચીને ?'
એક બાજુ યૂઝર સંજીવ ઠાકુરે ટ્વીટ કર્યુ, "અનુષ્કા વિરાટનો એક રન જોવા સિડની સુધી આવી પહોંચી.. સાચો પ્રેમ' 
કમાલ આર. ખાને તો એક પગલુ આગળ વધીને ટ્વીટ કર્યુ, 'હું લોકોને આગ્રહ કરુ છુ કે તેઓ અનુષ્કા શર્માની ફિલ્મનો બહિષ્કાર કરો." 
 
જો કે કેટલાક લોકો અનુષ્કાના બચાવમાં પણ ઉતર્યા છે.  
 
સ્મિતા દેશમુખે ટ્વીટ કર્યુ, 'મને લાગે છે કે અનુષ્કા જ્યારે ભારત આવશે તો તેમને રાષ્ટ્રવાદી ક્રિકેટ પ્રેમીઓ તરફથી સુરક્ષા પુરી પાડવાની જરૂર પડશે." 
 
લેખક ચેતન ભગતે ટ્વીટ કર્યુ, "આ ખૂબ જ અફસોસજનક છે કે જો કોઈ ખેલાડી સારુ નથી રમતુ તો લોકો તેના સાથી પર વરસવા માંડે છે.  ભાવનામાં વહો પણ આવો ભેદભાવ ન કરો."