મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 25 માર્ચ 2015 (15:10 IST)

આ પાંચ કારણોસર ઓસ્ટ્રેલિયા પર ભારે પડી શકે છે ટીમ ઈંડિયા

વર્લ્ડ કપને એકવાર ફરી હાથમાં લેવાથી બે જીત દૂર ઉભેલી ભારતીય ક્રિકેટ ટીમ સામે આવતીકાલે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના રૂપમાં અત્યાર સુધીની સૌથી મુશ્કેલ પડકાર રહેશે. ટીમ ઈંડિયાએ રમતના દરેક ક્ષેત્રમાં પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. છ અઠવાડિયા પહેલા જ બંને ટીમો ટેસ્ટ અને ત્રિકોણીય વનડે શ્રેણીમાં એકબીજા સાથે રમી ચુકી છે. જેમા માઈકલ ક્લાર્કની ટીમનુ પલડું ભારે રહ્યુ હતુ. ક્રિકેટના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેંડ વચ્ચે એશેજ શ્રેણી અને ભારત પાકિસ્તાન હરીફાઈ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના મેચ પણ ઓછા રોમાંચક નથી રહ્યા.  
ભારતીય સમર્થકોની હાજરી 
 
અગાઉ ધોનીના ધુરંધરોએ પોતાના જ દેશમા મોટેરા(અમદાવાદ)માં 2011 વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 14 બોલર બાકી રહેતા 5 વિકેટથી હરાવી તેમના બોરિયા બિસ્તર બાંધી દીધા હતા. આ વખતે કાંગારૂઓનો સામનો તેમના જ ઘરેલુ મેદાન સિડનીમાં થવા જઈ રહ્યો છે.  સિડનીમાં ભારતીય ફેંસની દીવાનગી એવી છે કે સંખ્યા બાબતે તેઓ સ્થાનીય દર્શકોને પાછળ છોડી શકે છે.  આ વાત ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન માઈકલ ક્લાર્કને સતાવી રહી છે. આયોજકોનું માનવુ છે કે 42 હજારની ક્ષમતાવાળા સિડની ક્રિકેટ ગ્રાઉંડની અત્યાર સુધીની વેચાયેલી ટિકિટોમાં 70 ટકા ભારતીય ફેંસે ખરીદી છે. 
 
આ મુકાબલો ડેવિડ વોર્નરની બેટિંગ અને મોહમ્મદ શમીની બોલિંગનો પણ હશે. મિશેલ સ્ટાર્કની આતંક વરસાવતી બોલ અને રનોના રૂપમાં આગ ઓકતા વિરાટ કોહલીના બેટનો પણ હશે અને અશ્વિનની કેરમ બોલિંગ અને ગ્લેન મૈક્સવેલની આક્રમક બેટિંગનો પણ હશે.  બધાની નજર કોહલી પર હશે જે પ્રથમ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ સેંચુરી બનાવ્યા પછી એક ફિફ્ટી પણ નથી મારી શક્યા. કોહલી જો કે દબાણમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં માહિર છે અને તેમની પાસે આ સૌથી મોટી તક છે.  
 
સિડની ક્રિકેટ ગ્રાઉંડ પર બંને ટીમો ગુરૂવારે એકબીજાના આમને સામને થશે તો આ મુકાબલો લગભગ બરાબરીનો રહેશે. જેમા અગાઉના પ્રદર્શનનું મહત્વ નહી રહે. વર્તમાન ફોર્મના આધાર પર જોઈએ તો ભારતે ટૂર્નામેંટમાં સતત સાત જીત નોંધાવી છે પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બંને ફોર્મેટમાં તે સાત મેચોમાં એક પણ જીત નોંધાવી શક્યુ નથી જેમા વર્લ્ડકપની એક અભ્યાસ મેચ પણ છે. 
લયમાં છે ટીમ ઈંડિયા 
 
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શરમજનક પ્રદર્શનનુ દુ:ખ ભારતે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બતાવીને દૂર કરી નાખ્યુ. વર્લ્ડ કપ પહેલા દિશહીન લગી રહેલી ટીમ ઈંડિયાની અંદર અચાનક જાણે કાયાકલ્પ થઈ ગયો અને તેમના પ્રદર્શને વિરોધીઓને પણ ચોંકાવી નાખ્યા.  સામાન્ય રીતે ભારતની નબળાઈ માનવામાં આવતી બોલિંગ તેમની તાકત સાબિત થઈ. મોહમ્મદ શમી (17વિકેટ) ઉમેશ યાદવ (14) અને મોહિત શર્મા (11) મળીને 70માંથી 42 વિકેટ લઈ ચુક્યા છે. ભારતીય બોલરોએ સાત મેચોમાં પુર્ણ 70 વિકેટ લીધી છે. 
કંગારૂઓ માટે સિડની લકી નહી 
 
ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો પડકાર સિડનીની પિચ હશે. જે તેમને માટે લકી નથી. આ ધીમી પિચ પર સાઉઠ આફ્રિકીએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવ્યુ હતુ. જેમા ઈમરાન તાહિરે ચાર અને જેપી ડૂમિનીએ ત્રણ વિકેટ લીધી હતી.  સિડની પિચ ભારતીય સ્પીનરો માટે મદદગાર સમજાઈ રહી છે. આવામાં ભારતના અશ્વિન અને રવિન્દ્ર જડેજા તેમના પર ભારી પડી શકે છે.  અશ્વિન 12 વિકેટ લઈ ચુક્યા છે અને પોતાની બોલ દ્વારા ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનો માટે મુસીબત બની શકે છે.  બીજી બાજુ ઓસ્ટ્રેલિયાને એક સારા સ્પીનરની ઉણપ લાગશે. તેમની પાસે ધીમા બોલરમા રૂપમાં ફક્ત સ્ટીવન સ્મિથ છે. 
 
ટોસ બનાવશે બોસ 
 
ઈગ્લેંડના પૂર્વ કપ્તાન માઈકલ વૉન સહિત મોટાભગના વિશેષજ્ઞોનું કહેવુ છે કે  ટોસ જીતનારી ટીમ પહેલા બેટિગ કરવી જોઈએ.  ભારતીય બોલરોએ સારુ પ્રદર્શન કર્યુ છે. શિખર ધવન 367 રન બનાવી ચુક્યા છે. પણ તેમને માટે આ પિચ સરળ નહી રહે. કારણ કે ઓફ સ્ટમ્પ પર પડતી ઉછાલભરેલ બોલોએ તેમને મોટાભાગે પરેશાન કર્યા છે. સ્ટાર્ક અને જોનસન તેમની આ નબળાઈનો પુરો ફાયદો ઉઠાવશે.  રોહિતની બેટ ક્વાર્ટર ફાઈનલ સુધી ખામોશ હતી  પણ બાંગ્લાદેશ વિરુદ્ધ કવાર્ટર ફાઈનલમાં તેમણે 138 રન બનાવ્યા હતા. જ્યારપછી તેઓ હેમસ્ટ્રિંગ ના શિકાર થઈ ગયા હતા. 
 
ધોની પાસ છે તક 
 
ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મૈક્સવેલ મેચ વિનર સાબિત થઈ શકે છે.  જેમને આઈપીએલને કારણે ભારતીય બોલરો વિરુદ્ધ રમવાનો અનુભવ છે. મિશેલ સ્ટાર્ક બોલિંગમાં અને ડેવિડ વોર્નર બેટિંગમાં ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે કે શેન વોટસન પણ ફોર્મમાં પરત ફર્યા છે.  ટૂર્નામેંટમાં હવે ફક્ત બે મેચ બાકી છે અને આવામાં બે કપ્તાનો માટે પણ ઘણુ બધુ દાવ પર લાગ્યુ છે.   માઈકલ ક્લાર્ક વનડે ટીમમાં તેમની ઉપયોગિતાને લઈને આંગળી ચીંધી રહેલ આલોચકોને ખામોશ કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની સતત બે વર્લ્ડ કપ જીતાવીને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પોતાનુ નામ અમર કરી શકે છે.