ન્યુઝીલેંડના દિગ્ગજ સ્પિનર ડેનિયલ વિટોરીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ
2015 ક્રિકેટ વર્લ્ડ કપ ખતમ થયા પછી બે દિવસ પછી ન્યુઝીલેંડના પૂર્વ કપ્તાન અને ટીમના અનુભવી સ્પિનર ડેનિયલ વિટોરીએ મંગળવારે વનડે ક્રિકેટમાંથી સંન્યસ લેવાનુ એલાન કરી દીધુ. આ સાથે જ તેમના 18 વર્ષના વનડે કેરિયરનો પણ અંત થઈ ગયો. વિટોરી ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાંથી પહેલા જ વિદાય લઈ ચુક્યા છે. વર્લ્ડ કપ દરમિયાન 20.46ના સરેરાશથી 13 વિકેટ લેનારા વિટોરીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 705 વિકેટ લીધી અને એક બેટ્સમેન તરીકે 6,989 રન બનાવ્યા.
વિટોરીના સંન્યાસના સમાચાર તો પહેલા જ આવી રહ્યા હતા. પણ વર્લ્ડ કપ ફાઈનલ હરીફાઈ પછી થયેલ સમારંભ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર ઈયાન હિલીએ પણ ટૂર્નામેંટ દરમિયાન સંન્યાસ લેનારા મોટા ક્રિકેટરોમાં વિટોરીનુ નામ લીધુ હતુ. ન્યુઝીલેંડના કપ્તાન બેંડન મૈકાલમે પહેલા જ તેના સંકેત આપી દીધા હતા.
ન્યુઝીલેંડ માટે સૌથી વધુ વનડે રમી ચુકેલ 36 વર્ષીય વિટોરીના વનડે કેરિયરને લઈન અટકળો લગાવાય રહી હતી. તેમણે વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાથી સાત વિકેટથી હાર્યા છતા સ્વદેશ પહોંચ્યા પછી વનડે ક્રિકેટમાંથી સંન્યાસનુ એલાન કર્યુ. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યુ, આ ન્યુઝીલેંડ માટે મારી છેલ્લી મેચ હતી. જીતી જતા તો સારુ લાગતુ પણ મને બધા ખેલાડીઓ પર ગર્વ છે. અમે છેલ્લા છ અઠવાડિયામાં સારી ક્રિકેટ રમી.