જો આવુ થશે તો મેચ રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચશે ટીમ ઈંડિયા
ક્રિકેટ વિશ્વ કપની બીજી સેમીફાઈનલ હરીફાઈ 26 માર્ચના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉંડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આંકડાને જોતા બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થવાની આશા છે. બંને ટીમો સેમીફાઈનલની તૈયારીઓમાં લાગી છે. પણ જે રીતે પ્રથમ સેમીફાઈનલમાં જોવા મલ્યુ અને મેચ દરમિયાન વરસાદ પડ્યો. હવે એ વાત પર ચર્ચા થઈ રહી છે કે જો બીજી સેમીફાઈનલ દરમિયાન સિડનીમાં પણ વરસાદ પડશે તો શુ થશે ? આવુ એટલા માટે કારણ કે મોસમ વિભાગ મુજબ 26 માર્ચના રોજ સિડનીમાં વરસાદ પડવાની શક્યતા છે. જો વરસાદ પડશે અને મેચ નહી રમાય તો તેનાથી ટીમ ઈંડિયાને જોરદાર ફાયદો મળશે અને તેને મેચ રમ્યા વગર ફાઈનલની ટિકિટ મળી જશે. પણ આ ત્યારે શક્ય રહેશે જ્યારે વરસાદ સતત 26 અને 27 માર્ચના રોજ પડતો રહે. આઈસીસીએ નોક આઉટ હરીફાઈમાં વરસાદ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે રિઝર્વ ડે રાખ્યો છે. મતલબ જો 26 તારીખે વરસાદને કારણે સેમીફાઈનલ હરીફાઈ ન થઈ શકી તો મેચને 27 માર્ચના રોજ રમાડાશે. પણ જો વરસાદને કારણે 27 તારીખે પણ સેમીફાઈનલ ન રમાઈ તો ત્યારબાદ કોઈ રિઝર્વ ડે નથી. જો 27 તારીખે પણ મેચ નહી રમાય તો ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે અને મેચ નહી રમવાની સ્થિતિમાં ભારત ફાઈનલમાં પહોંચી જશે. આવુ એટલા માટે થશે કારણે કે લીગ હરીફાઈમાં ભારતનુ પ્રદર્શન ઓસ્ટ્રેલિયા કરતા ઘણુ સારુ રહ્યુ છે. ટીમ ઈંડિયાએ લીગ મેચ દરમિયાન રમેલ બધી 6 હરીફાઈ જીતી હતી અને રેટિંગમાં નંબર વન રહી હતી. જ્યારે કે ઓસ્ટ્રેલિયાને ચાર મેચમાં જીત મળી હતી. એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો અને એક મેચ વરસાદને કારણે ડ્રો રહી હતી.