ભારત-ઓસ્ટ્રેલિયા મેચની રજા માટે રાષ્ટ્રપતિને આવેદન
સિડનીમાં ગુરૂવારે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ટીમ ઈંડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચને લઈને ક્રિકેટ પ્રશંસકો ભારે ઉત્સાહમાં છે. ટીમે ઈંડિયા માટે કંગારૂઓને તેમના જ ઘરઆંગણે હરાવવા એક મોટો પડકાર હશે. અનેક નોકરિયાત ક્રિકેટ પ્રેમી ગુરૂવારે મેચ થવાથી નિરાશ પણ છે. કારણ કે આ દિવસે રજા નથી અને તેઓ મેચની મજા નહી લઈ શકે.
જેને લઈને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે અને રાષ્ટ્રપતિને ભારતમાં રજા જાહેર કરવા માટે પ્રાર્થના પત્ર પણ લખાયો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ન્યુઝીલેંડના કપ્તાન બ્રૈંડન મૈક્યૂલમે પણ પોતાના સમર્થકોને અપીલ કરી હતી કે તેઓ રજા લઈને મેચમાં ટીમનો ઉત્સાહ વધારે અને ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન ક્લાર્કએ પણ સમર્થકોને કહ્યુ છે કે તેઓ ઓસ્ટ્રેલિયાની જર્સી પહેરીને આવે અને આખુ સ્ટેડિયમ ગોલ્ડન બનાવી દે.