ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2015 (14:51 IST)

કેવિન પીટરસનની ધરપકડ

ઈગ્લેંડ ક્રિકેટ ટીમના પૂર્વ ધમાકેદાર બેટ્સમેન કેવિન પીટરસનની ધરપકડ કરી લેવામાં આવી છે. તાજેતરમાં પીટરસને ટ્વિટર પર એક ફોટો અપલોડ કર્યો છે જેમા તેઓ પોલીસ દ્વારા ધરપકડ થતા દેખાય રહ્યા છે. કદાચ તમે વિચારી રહ્યા હશો કે પીટરસનની ધરપકડ કેવી રીતે થઈ શકે છે.  ચોંકશો નહી સત્ય કંઈ જુદી છે. 
વાત એમ છે કે પીટરસન પોતાના મિત્રો સાથે નાઈટ આઉટ કરી રહ્યા હતા. ત્યારે તેમણે પોતાના પ્રશંસકોની સાથે મજાક કરવાનો અનોખી રીત વિચારી. પીટરસને પોલીસવાળાઓ સાથે એક ફોટો પડાવ્યો. જેમા બતાવ્યુ કે તેમની ધરપકડ થઈ ગઈ છે. જમણા હાથના બેટ્સમેને આ ફોટોને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર અપલોડ કર્યો જ્યારબાદ તેમને અનોખી પ્રતિક્રિયાઓ અને ખૂબ રીટ્વીટ મળ્યા. 
 
જો કે મામલાની અસલિયત એ છેકે પીટરસને જાણીજોઈને આવો ફોટો પડાવ્યો છે અને પોલીસવાળાને પણ હસતા કેવિન સાથે ફોટો માટે પોઝ આપ્યો. 
 
ફોટોમાં પાછળ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ અને ન્યુઝીલેંડના સાઈમન ડૂલ પણ જોવા મળી રહ્યા છે જે પીટરસનના આ મજાકિયા અંદાજ પર જોર જોરથી હસી રહ્યા છે. 34  વર્ષીય પીટરસને ઈગ્લેંડ ટીમમાં કમબેક કરવા માટે કાઉંટી ટીમ સરે સાથે કરાર કર્યો છે.  કાઉંટી ચેમ્પિયનશિપ 19 એપ્રિલથી શરૂ થશે.