ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: ઓકલેંડ. , બુધવાર, 25 માર્ચ 2015 (09:59 IST)

વર્લ્ડ કપ - જ્યારે એક આફ્રિકીએ જ દક્ષિણ આફ્રિકાના સપનાં ચકનાચૂર કરી નાખ્યા

ન્યુઝીલેંડે મંગળવારે વર્લ્ડ કપ 2015ની સેમીફાઈનલ મેચમાં 4 વિકેટથી હરાવીને પહેલીવાર ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકી છે. મેચ દરમિયાન એક સમયે તો એવુ લાગતુ હતુ કે ન્યુઝીલેંડના હાથમાંથી આ મેચ છીનવાઈ જશે પણ તેની ટીમના ઓલરાઉંડર ખેલાડી ગ્રૈન્ટ ઈલિયોટે અંતમાં જીત અપાવીને જ દમ લીધો. કોણે ખબર હતી કે એક દક્ષિણ આફ્રિકામાં જ જન્મેલો ખેલાડી તેમના(દક્ષિણ આફ્રિકાના) જીતના સપનાને રગદોળી નાખશે. 
 
ન્યુઝીલેંડનું વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવાનુ સપનુ પુરુ કર્યુ  છે તેમના ઓલરાઉંડર ખેલાડી ગ્રેંટ ઈલિયોટે. ઈલિયોટ મૂળ રૂપે દક્ષિણ આફ્રિકાનો જ છે જેનો જન્મ  જોહાનસબર્ગમાં થયો છે. ઈલિયોટે પાંચમી બોલ પર જ્યારે સિક્સર લગાવીને જીત અપાવી તો આખુ સ્ટેડિયમ ખુશીઓની કિલકારી અને આતિશબાજીનાં રંગમાં રંગાય ગયુ. 
 
ઈલિયોટે મેચ વિનિંગ રમત રમી. ઈલિયોટે પોતાના દાવમાં 73 બોલનો સામનો કર્યો. જેમા તેણે ત્રણ સિક્સર અને સાત ચોક્કાની મદદથી 84 રન બનાવ્યા અને દ. આફ્રિકાના સૌથી ઝડપી બોલર ડેલ સ્ટેનની બોલ પર છક્કો લગાવીને ન્યુઝીલેંડને જીત અપાવી.  
 
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવા માટે ન્યુઝીલેંડને 40 વર્ષની લાંબી રાહ જોવી પડી. આ પહેલા ન્યુઝીલેંડ છ વાર વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પ્રવેશ કરી ચુક્યુ હતુ પણ એકવાર પણ ફાઈનલ સુધી પોતાનુ સ્થાન બનાવી શક્યુ નહોતુ.