બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. યોગ
  4. »
  5. યોગાસન
Written By વેબ દુનિયા|

તાડાસન.

આનાથી શરીરની સ્થિતિ તાડના ઝાડ જેવી થઈ જાય છે તેથી આ આસનને તડાસન કહે છે.

વિધિ - આ આસન ઉભા રહીને કરવામાં આવે છે. એડી-પંજાને સમાનાંતર ક્રમમાં થોડા દૂર રાખો. હાથોને કમર સાથે સીધા અડાવી રાખો. પછી ધીરે ધીરે હાથને ખભા સુધી ઉઠાવો ત્યારે હાથને માથા ઉપર લઈ જતા પગની એડી પણ જમીનથી ઉઠાવીને સાવધાનીથી પંજાને બળે ઉભા થઈ જાવ.

પછી ફિંગર લોક લગાવીને હાથને પંજાથી વિરુધ્ધ દિશામાં વાળી દો. ગરદન સીધી રાખો અને પછી આના વિરુધ્ધ કરતા ફરી પહેલા જેવી સ્થિતિમાં આવી જાવ.

સાવધાની : જ્યારે હાથને ઉપરની તરફ લઈ જવામાં આવે છે, ત્યારે આ ધ્યાન રાખવાનુ છે કે હાથની સાથે એડિયોને પણ ઉપરાની તરફ ઉઠાવવામાં આવે છે. આ અવસ્થામાં શરીરનો ભાર પગને આંગળીઓ પર રહે છે. જ્યારે હાથને ઉપરની તરફ ખેંચવામાં આવે છે તે સમયે પેટને અંદરની તરફ વધુ ખેંચવામાં આવે છે.

W.D
લાભ - આ આસનને નિયમિત કરતા રહેવાથી પગમાં મજબૂતી આવે છે. સાથે સાથે પંજા મજબૂત બને છે અને પીંડલીયો પણ કડક થાય છે. આ સિવાય પેટ અને છાતી પર ખેંચ પડવાથી તેમની બધા પ્રકારની વ્યાધિયો નષ્ટ થાય છે. પેટ સંબંધી રોગ દૂર થાય છે. વીર્ય શક્તિમાં વૃધ્ધિ થાય છે. પાઈલ્સ રોગીઓને આનાથી લાભ મળે છે. આ આસન બાળકોનો શારીરિક ગ્રોથ વધારવામાં મહત્વપૂર્ણ છે.