શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. યોગ
  4. »
  5. યોગાસન
Written By વેબ દુનિયા|

અર્ધમત્સ્યેન્દ્રાસન

કહે છે કે મત્સ્યેન્દ્રાસનની રચના ગોરખનાથના ગુરૂ સ્વામી મત્સ્યેન્દ્રનાથે કરી હતી. આ આસનમાં ધ્યાનમગ્ન રહેવુ પડે છે. મત્સ્યેન્દ્રાસનની અડધી ક્રિયાને લઈને જ અર્ધમત્સ્યેન્દ્રાસન પ્રખ્યાત થયુ. તેમાં એક સાવચેતી રાખવી કે, કરોડરજ્જુમાં કોઈ તકલીફ હોય અને પેટમાં કોઈ ગંભીર બીમારી હોય તો આ આસન ન કરવુ.

વિધિ : બેસીને બંને પગ લાંબા કરવામાં આવે છે. ત્યારબાદ ડાબા પગના ઘૂંટણથી વાળીને એડીને મળમાર્ગ નીચે જમાવો. હવે જમણા પગના ઘૂઁટણને વાળીને ઉભો કરી દો અને ડાબા પગની જાંઘ ઉપરથી લઈને જાંઘની પાછળ જમીન પર મૂકી દો. હવે ડાબા હાથને જમણા પગના ઘૂંટણથી પાર કરીને અર્થાત ઘૂઁટણને બગલમાં દબાવતા ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો. હવે જમણો હાથ પીઠની પાછળથી ફેરવીને ડાબા પગની જાંઘનો નીચેનો ભાગ પકડો. માથુ જમણા બાજુ એટલુ ફેરવો કે થોડો વધુ ડાબો ખભો એક સીધી રેખામાં આવી જાય. નીચેની બાજુ વળો નહી. છાતી એકદમ ફૂલેલી રાખો.

આ એક બાજુનુ આસન થયુ. આ પ્રકારે પહેલા જમણો પગ વાળીને, એડી મળદ્વારની નીચે દબાવીને બીજી બાજુનુ આસન પણ કરો. શરૂઆતમાં પાઁચ સેકંડ માટે આ આસન પૂરતુ છે. પછી અભ્યાસ વધારીને એક મિનિટ સુધી આસન કરી શકો છો.

W.D
સાવચેતી : કરોડરજ્જુમાં કોઈ તકલીફ હોય અને પેટમાં કોઈ ગંભીર બીમારી હોય તો આ આસન ન કરવુ.

આના ફાયદા : અર્ધમત્સ્યેંદ્રાસનથી મેરુદંડ સ્વસ્થ રહેવાથી સ્ફૂર્તિ બનેલી રહે છે. કરોડરજ્જૂની સાથે તેમાંથી નીકળનારી નાડીઓને પણ સારી કસરત મળી જાય છે. પીઠ, પેટ, પગ, ગરદન, હાથ, કમર, નાભિથી નીચેના ભાગ અને છાતીની નાડીઓને સારો ખેંચાવ મળવાથી તેના પર સારો પ્રભાવ પડે છે. જેને ફળસ્વરૂપે બંધકોષો ખૂલી જાય છે. જઠરાગ્નિ તીવ્ર થાય છે. વિવૃત-યકૃત, પ્લીહા અને નિષ્ક્રિય વૃક્કને માટે આ આસન લાભદાયી છે. કમર, પીઠ અને સંધિસ્થાનોનો દુ:ખાવો જલ્દી દૂર થઈ જાય છે.