કુંભ - આર્થિક પક્ષ
કુંભ રાશિના જાતકો પોતાના વિચારોને અને ઘરખર્ચ ને સંતુલિત રાખવામાં બુદ્ધિથી કાર્ય કરે છે. આ લોકો દેવું કરવાથી ગભરાય છે, પણ પરિસ્થિતના કારણે દેવું લેવા માટે મજબૂર હોય છે. તેમનાં મિત્રોમાં ગુપ્ત શત્રુઓની સંખ્યા વધારે હોય છે જે પીઠ પાછળથી વાર કરે છે. આ કારણે તેમને જમીન-મિલકત સંબધિત નુકશાન ઉઠાવવું પડે છે. તેમના ભાગ્યનો ઉદય ૨પ વર્ષથી થાય છે. જીવનના ૨પ, ૨૮, ૪૦, ૪પ, પ૧ અને ૬૩ વર્ષની આયુમાં તેમને સારો લાભ થાય છે. પણ આ લોકો વિશેષ ધની નથી હોતા. ખર્ચ કરવા માટે પણ પૈસા ની કમી નથી હોતી, આ લોકોને થોડી ધણી પૈત્રુક સમ્પતિં અવશ્ય મળે છે.