Astrology Zodiac Aquarius Wkn.htm

Notifications

કુંભ કુંભ
સ્‍વભાવની ખામી

કુંભ રાશિની વ્‍યક્તિમા આળસ અને આરામ ની પ્રવૃતિ મુખ્ય દુર્ગુણ છે. કદી કદી આ લોકો મદ્યપાનના વ્યવસની થઇ જાય છે. પોતાની ઇચ્છાની વિરુદ્ધ કામ જોઇને દુ:ખી થઇ જાય છે. કુંભ રાશિની વ્‍યક્તિ અગર સર્જનાત્મક બની ને ચાલે તો એ માનવતાવાદી બની શકે છે, અન્યથા વિનાશક બની શકે છે. તેઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉગ્ર અને હઠી પણ બની શકે છે. તેમને પોતાના અધિક ખર્ચનો ભય પણ સતાવે છે. તેઓ વાતોડિયા અને ચુગલખોર હોય છે. આ લોકો ધન એકત્ર કરી શકતા નથી. ઉપાય - તેમને પોતાના જીવનમા કષ્ટના સમયે ઇન્દ્રનિલરત્ન, પુષ્પરાજ, અને મૂગાને પહેરવા જોઇએ. શનિવાર અને ગુરુવારનો ઉપવાસ કરવો અથવા એકાદશી અથવા પ્રદોષવ્રત કરવાનો નિયમ રાખવો. ફાલસાનું મુળ પાસે રાખવું જોઇએ. શનિવાર અને બુધવારનું વ્રત હંમેશા લાભકારી છે. લોખંડની છલ્‍લો મધ્યમાં આંગળીમાં પહેરવો જોઇએ. ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનયે નમ: " આ મંત્રનો જાપ ૨૩,૦૦૦ વાર કરવાથી મનોકામના પુરી થાય છે.

વરસાદનો અવાજ સાંભળતાની સાથે જ આ રેસીપી બનાવી લો; તે ખૂબ જ ક્રિસ્પી અને ઝડપથી બનશે

વરસાદનો અવાજ સાંભળતાની સાથે જ આ રેસીપી બનાવી લો; તે ખૂબ જ ક્રિસ્પી અને ઝડપથી બનશેસામગ્રી સોજી – 1 કપ દહીં – ½ કપ પાણી – જરૂર મુજબ બાફેલો બટાકો – 1 (છૂંદેલો, બાઇન્ડિંગ માટે) બારીક સમારેલી ડુંગળી – 1 મધ્યમ કદની છીણેલું ગાજર – 3 થી 4 ચમચી બારીક સમારેલા કેપ્સિકમ – 2 થી 3 ચમચી મીઠું – સ્વાદ મુજબ લીલા મરચાં – 1 થી 2 (બારીક સમારેલા) કોથમીર – 2 ચમચી (બારીક સમારેલી) તેલ – શેકવા માટે બનાવવાની રીત એક મોટા બાઉલમાં સોજી, દહીં અને થોડું પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. તેને 10-15 મિનિટ માટે ઢાંકીને રાખો જેથી સોજી સારી રીતે ફૂલી જાય. હવે તેમાં છૂંદેલો બટાકો, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોથમીર અને મીઠું ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. જો મિશ્રણ વધુ પાતળું હોય તો થોડું સોજી ઉમેરો. હાથમાં થોડું તેલ લગાવી મિશ્રણમાંથી નાની-નાની ટિક્કી બનાવો. તવા પર થોડું તેલ ગરમ કરો અને ટિક્કીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને કરકરી થાય ત્યાં સુધી શેકો. ગરમાગરમ ટિક્કી લીલી ચટણી અથવા ટમેટા સોસ સાથે પીરસો.