કર્ક - આજીવિકા અને ભાગ્ય
કર્ક રાશીની વ્યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્મ કુંડળી જોયા પછી ખબર પડે. તેઓ ઓછી મૂળીએ વધારે કામ કરવામાતે તૈયાર રહુ છે. તેમનામાં દુનિયાને ઓળખવાની શક્તિ હોય છે. તેજ તેમને આજીવીકામાં સર્વોત્તમ સ્થાન અપાવે છે. તેઓ ચિકિત્સા શાસ્ત્ર તરફ પણ આકર્ષણ ધરાવે છે. અભિનય, નર્સ, દાયણ, પ્રાધ્યાપક, કથાકાર, અર્થશાસ્િત્ર, જજ, નાવિક, મીકેનિક, પ્લમ્બર, ગુપ્તચર, મશીન ચલાવનાર, જ્યોતિષ, ગણિતજ્ઞ, ટાઇપિસ્ટ, મુનિમ, વગેરે કામ કરી શકે છે. ઘર સંબંધી કામ, પ્લાસ્િટક આર્ટ, ભોજનાલય, નેવીમાં અધિકારી, વગેરે અનુકૂળ છે., તેઓ ૨૧ થી ૨૮ વર્ષ સુધી પ્રગતિ ના કામ શરૂ કરી શકે છે. જીવનનો ઉત્તરાર્ધ સારો હોય છે. તેમને જીવનમાં મહેનત વધારે કરવી પડે છે. તેઓ કોઇ એક વિદ્યામાં નિપૂર્ણ હોય છે. નોકરીમાં ચોક્કસ અધિકારી બને છે.