સિંહ - ચરિત્રની વિશેષતા
સિંહ રાશીના ચરિત્રના મુખ્ય લક્ષણો - અહંકાર, સ્વાર્થી, ઘમંડી, એકલા અટુલા સ્વભાવના, તાનાશાહી, ચરિત્ર વિકાસના લક્ષણો - પોતાને ઓળખવાની જાગૃતિ, વ્યક્તિત્વમાં બુદ્ધિનો ઉપયોગ કરવો, સ્વશાસિત, બૌદ્ધિક ચેતનાવાળા, આજુબાજુની જાણકારી હોવી, આત્મહિતમાંથી સામૂહિક જરૂરીયાતો તરફ વળવું. અંતઃ કરણના લક્ષણ - શાશ્વત સત્યના રૂપમાં અંતઃકરણથી અલગ હોવું, એક વિકસિત અને નિશ્ચિત જીવન યોજના, ઉદ્દેશોની સાથે પોતાના જીવનને નિર્દેશ કરવો, દિવ્ય યોજનામાં પોતાની ચેતનાને સમર્પિત કરવી, પોતાની ઇચ્છા, પ્રેમ, તથા બુદ્ધિની અભિવ્યક્તિ કરવી, પોતાના પર નિયંત્રણ, અંતરાત્મા તરફ સંવેદનશીલ, સારા ઉદ્દેશો માટે સમૂહનું નિયંત્રણ, મોટા સમૂહનું કેન્દ્રબિંદુ અથવા અન્ય સમૂહનું કેન્દ્રબિંદુ રહેવું.