સિંહ - સ્વભાવની ખામી
સિંહ રાશીની વ્યક્તિ સ્વયં પોતાના માટે જ મુશ્કેલીનો ખાડો ખોદે છે. તેઓ વર્તમાનની જગ્યાએ ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા કરે છે. તેમની પ્રકૃતિ શંકાશીલ હોય છે. સૂર્ય તત્વના હોવાથી ક્રોધી હોય છે. સ્વર્થ, ઇર્ષા, તેમના દુર્ગુણ છે. તેઓ બીજા પર વિશ્વાસ રાખીને દગો મેળવે છે. તેઓ પ્રશંસાના ભુખ્યા હોય છે. તેના અભાવમાં તેઓ અત્યંત ઉદાસ થઇ જાય છે. ઉપાય- તેમણે ગુરૂવારે ઉપવાસ કરવો જોઇએ. દત્ત, રામકૃષ્ણ, હનુમાન, શક્તિ કે ગાયત્રીમાતાજી, એકાદશી, અને ગણેશની ઉપાસના કરવી જોઇએ. માણેક રત્ન અને બિલ્લનું મૂળ પાસે રાખવું જોઇએ. રવિવાર કરવાથી સગાઇ જલ્દી થાય છે. ઘઉં, ગોળ, લાલ ફુલ, લાલ ચન્દન, તાંબુ તથા લાલ વસ્તુનું દાન કરવું. ૐ હ્રા હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ - આ મંત્રનાં ૭૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી થાય છે.