મીન - સ્વાસ્થ્ય
મીન રાશીની વ્યક્તિને લોહીનું દબાણ, પેટની તકલીફ, આંતરડામાં ખરાબી, છાતીમાં દર્દ, ચક્કર આવવા, માથાનો દુખાવો વગેરેનો ભય રહે છે. ક્યારેક ઓપરેશન પણ કરાવવું પડે છે. તેમની પાચન ક્રિયા હંમેશા ખરાબ રહે છે. તેમનું શરીર સ્વસ્થ રહે છે છતાં જડીબુટ્ટીનું સેવન કરવું હિતાવહ છે. તેમને લોહીનો વિકાર, હૃદય રોગ, બેચેની, કફ, ટાઇફોઇડ, હિસ્ટીરિયા, સંક્રામક રોગ, ચામડીના રોગ, શરદી, મેદસ્વીપણુ, કાનની તકલીફ વગેરે પણ થઇ શકે છે.