શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 21 એપ્રિલ 2019 (11:15 IST)

શ્રીલંકામાં શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ, 25 લોકોનાં મોત

શ્રીલંકામાં બૉમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર આવી રહ્યા છે. શ્રીલંકન મીડિયાના અહેવાલો અનુસાર બે ચર્ચમાં બ્લાસ્ટ થયા છે.
શ્રીલંકમાં રહેતા ખ્રિસ્તીઓ જ્યારે ઇસ્ટરની ઉજવણી કરી રહ્યા છે એ સમયે જ આ બ્લાસ્ટ થયા છે.
આ બૉમ્બ બ્લાસ્ટમાં હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.
એવા પણ અહેવાલો છે કે એક હોટલમાં પણ બ્લાસ્ટ થયો છે.
ખ્રિસ્તીઓમાં ઇસ્ટરના રવિવારનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને આ સમયે જ બ્લાસ્ટ થયા છે.

શ્રીલંકાની રાજધાની કોલંબો અને અન્ય વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. જેમાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે 200 લોકો ઘાયલ થયા છે.

દેશના જુદાજુદા વિસ્તારમાં 6 જેટલા બૉમ્બ બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ છે.

કોલંબોમાં આવેલા સૅન્ટ ઍન્ટોનીસ ચર્ચમાં એક બ્લાસ્ટ થયો છે, જ્યાં ઇસ્ટરના રવિવારની પ્રાર્થના માટે અનેક લોકો એકઠા થયા હતા.

બીજો બ્લાસ્ટ કોલંબોમાં જ આવેલી સાંગરી લા હોટલમાં થયો છે. માનવામાં આવે છે કે અહીં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

હાલમાં આ બૉમ્બ બ્લાસ્ટમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા તે વિશે કશી માહિતી મળી શકી નથી.

બૉમ્બ બ્લાસ્ટની ઘટનાને જોતાં સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરી દેવામાં આવી છે.

હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને બૉમ્બ બ્લાસ્ટની હજી સુધી કોઈએ જવાબદારી લીધી નથી.