રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 13 જૂન 2019 (07:22 IST)

Happy Birthday Disha Patani - 500 રૂપિયા લઈને આવી હતી દિશા પટાની, સફળતા પછી ખુદને ગિફ્ટ કર્યુ 5 કરોડનું ઘર

બોલીવુડ અભિનેત્રી દિશા પટાની 26 વર્ષની થઈ જશે. ટાઈગર શ્રોફની ગર્લફ્રેંડ દિશા પટાની પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે.  તાજેતરમાં જ દિશાની સલમાન ખાન સાથે ફિલ્મ ભારત રજુ થઈ છે.  ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કરી રહી છે.  આજે  દિશાનો જનમદિવસ છે.  દિશાના જનમદિવસ પર અમે તમને બતાવી રહ્યા છે તેની સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો એક ઈંટરવ્યુમાં દિશાએ જણાવ્યુ હતુ કે પોતાના એક્ટિંગના સપનાને પુર્ણ કરવા માટે અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો. દિશા મુંબઈ ફક્ત 500 રૂપિયા લઈને આવી હતી. દિશાએ જણાવ્યુ હતુ - હુ એકલી રહેતી હતી. રૈડમ નંબર્સને ડાયલ કરતી હતી અને અમે ફક્ત એવુ જ કહેતા.. 'હાય ફ્લાણા ફલાણા વાત કરી રહી છે. 
 
દિશા પાટની એક સારી ડાંસર છે. રણબીર કપૂર દિશાના સૌથી મોટા ક્રશ હતા. દિશા રોજ શાળા જતી વખતે પોતાની સ્કુટીથી એ જ રસ્તેથી નીકળતી હતી જ્યા રણબીરના પોસ્ટર લાગ્યા હતા. એ પોસ્ટરને તે ત્યા સુધી વળી વળીને જોતી જ્યા સુધી એ તેની આંખો સામેથી ઓઝલ ન થઈ જાય. આ જ ચક્કરમાં એક વખત તેનુ એક્સીડેંટ થતા થતા બચી ગઈ. 
દિશાનુ મુંબઈના બાંદ્રામાં ખુદનુ ઘર છે. તેણે આ નવા એપાર્ટમેંટમાં 2017માં ઘર લઈને ખુદને ભેટ કર્યુ હતુ. દિશાના આ ઘરનુ નામ લિટિલ હટ છે. તેની કિમંત 5 કરોડ છે.