શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 1 ડિસેમ્બર 2018 (13:20 IST)

જાણો અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 વિશે રસપ્રદ વાતો - Interesting Facts of 2.0

આ વર્ષ બોલીવુડમાં અક્ષય કુમારને નસીબે ઘણો સાથ આપ્યો એક બાજુ વર્ષની શરૂઆતમાં તેમની જૉલી એલએલબી 2 લોકોને ઘણી પસંદ પડી તો બીજી બાજુ ઓગસ્ટમાં રજુ થયેલ ટૉયલેટ એક પ્રેમ કથાએ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો. હવે વર્ષ ખતમ થવામાં પણ વધુ સમય બાકી નથી રહ્યો. ઓક્ટોબર અડધાથી વધુ ખતમ થયુ છે અને ક્યારે નવુ વર્ષ આવી જશે તે જાણ પણ નહી થાય. વાત કરવામાં આવે અક્ષયના આગામી વર્ષની તો શરૂઆત ધમાકેદાર થવી નક્કી છે. 
 
હવે વર્ષ ખતમ થવામાં પણ વધુ સમય બાકી નથી રહ્યો.    આ વર્ષનો અંત અક્ષય કુમાર અને રજનીકાંતની જોડી 2.0 દ્વારા બોક્સ ઓફિસ પર ધમાકા સાથે થઈ રહ્યો છે.   આ ફિલ્મની શરૂઆત ઘણી સારી રહી છે.  આવો જાણીએ આ ફિલ્મ વિશે 10 રસપ્રદ વાતો 
1. સુપરસ્ટાર રજનીકાંત ઉપરાંત આ ફિલ્મની એક તગડી હાઈલાઈટ છે બોલીવુડ એક્ટર અક્ષય કુમાર જે આ ફિલ્મમાં વિલેન બન્યા છે. ફિલ્મની રજુઆત પોસ્ટરમાં તેમનુ લુક એક કાગડા સાથે મેળ ખાઈ રહ્યુ છે. મોટી મોટી ભ્રમાર સફેદ વાળ લાલ આંખો અને કાગડાના પાંખવાળા શૈતાની જેકેટમાં અક્ષય કુમાર ઓળખાય નથી રહ્યા.  ફિલ્મમાં અક્ષયનુ પાત્રનુ નામ ડોક્ટર રિચર્ડ છે જે એક સાયંટિસ્ટ છે. પણ પછી તેઓ એક શૈતાનમાં બની જાય છે. 
 
2. આ ફિલ્મનુ શૂટિંગ ડાયરેક્તર શંકરે ગયા વર્ષે 12 ડિસ્મેબરના રોજ શરૂ કરી દીધુ હતુ.  ખૂબ ઓછા લોકો જાણે છે કે ડોક્ટર રિચર્ડના રોલ માટે અક્ષ્ય કુમાર પહેલા પહેલી પસં%દ નહોતા. તેમના પહેલા અ અરોલ માટે કમલ હસન, આમિર ખાન, વિક્રમ, હોલીવુડ સ્ટાર અર્નાલ્ડ રિતિક રોશન અને નીલ નિતિન મુકેશ સાથે પણ વાત કરી હતી. અર્નાલ્ડ આ રોલ માટે સૌથી વધુ શોભી રહ્યા હતા પણ તેમણે ખૂબ વધુ ફી માંગી. પછી જ્યારે અક્ષયને આ વિશે વાત કરી તો તેઓ તરત રાજી થઈ ગયા. 
3. ફિલ્મની એક શ્રેષ્ઠ સીકવેંસ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં શૂટ કરવામાં આવ્યુ હતુ. શૂટિંગ દરમિયાન 2.0ની ટીમને એક સરપ્રાઈઝ વિઝિટ આપવા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ પહોંચ્યા હતા. લોકોએ તો એવુ પણ વિચાર્યુ હતુ કે કદાચ આ ફિલ્મમાં આ બંનેનુ કોઈ ગેસ્ટ અપીયરેંસ છે. પણ પછી ટીમે સ્પષ્ટ કર્યુ કે એવુ નથી. 
4.   ગયા વર્ષે ઘણી ચર્ચામાં રહેલ ફિલ્મ બાહુબલી અત્યાર સુધી ઈંડિયાની સૌથી મોંઘી ફિલ્મ રહી છે. જેનુ બજેટ લગભગ 150 કરોડ રૂપિયા હતુ. પણ રજનીકાંતની 2.0 કદાચ આ રેકોર્ડ તોડી નાખશે.  જી હા સૂત્રો મુજબ ફિલ્મ રોબોટની આ સીકવલ લગભગ 350 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થઈ છે. 
 
5. પહેલા આ ફિલ્મના નિર્માતા તેનુ ટાઈટલ રોબોટ 2 જ આપવા માંગતા હતા. પણ તેમા થોડી કાયદાકીય અડચણો  હતી. પછી ફિલ્મનુ ટાઈટલ 2.0 રાખવામાં આવ્યુ જે સાંભળમાં થોડુ ટ્રેંડી પણ લાગે છે. 
6. આ ફિલ્મ બનાવવા માટે દુનિયાના બેસ્ટ ટેક્નિશિયંસની ટીમ તૈઅયર કરવામાં આવી. મૈરી ઈ વૉટ ઓફિશિયલ કૉસ્ટ્યૂમ ડિઝાઈનર છે. તેમણે મેન ઈન બ્લેક અને ટ્રોન લિગેસી જેવી પૉપુલર હૉલીવુડ ફિલ્મો માટે પણ કામ કર્યુ છે. વિક્રમની ફિલ્મ આઈ માં પણ એ જ કૉસ્ટ્યૂમ ડિઝાઈનર હતી. હોલીવુડ ફિલ્મ અવતાર દ્વારા લાઈમલાઈટમાં આવેલ શૉન ફૂટ હવે 2.0 માં મેકઅપ સંભાળ્યો હતો.. આ ઉપરાંત ફિલ્મ ટ્રાંસફોર્મર્સમાં એક્શન કોરિયોગ્રાફી કરનારા કેની બેટ્સ પણ 2.0 ની ટીમમાં સામેલ રહ્યા. જો વીએફએક્સની વાત કરીએ તો આની જવાબદારી જૉન હ્યૂગ્સ અને વૉલ્ટની હતી. જેમણે આ પહેલા લાઈફ ઓફ પાઈ, 300, અને પરસી જૈક્શન જેવી પૉપુલર ફિલ્મો માટે વીએફએક્સ કર્યુ છે. 
 
 
7. દિલ્હીમાં શૂટિંગ પૂરુ થયા પછી  ટીમે મોરક્કોમાં શૂટિંગ કર્યુ છે. 
 
8.  ફિલ્મમાં એમી જેક્શન લીડ રોલમાં છે..  આ પહેલા પણ એમી અને અક્ષય એક સાથે ફિલ્મ સિંહ ઈઝ બ્લિંગમાં કામ કરી ચુક્યા છે. 
 
9. ફિલ્મ 2.0 કમાણી મામલે 2018ની સૌથી મોટી ફિલ્મ બની શકે છે 
 
10 .  અક્ષયે જણાવ્યુ હતુ કે 25 વર્ષમાં તેમણે ક્યારેય કોઈ ફિલ્મ માટે આટલો મેકઅપ નથી કર્યો. જેટલો 2.0એ કર્યો છે.