એલિજિબલ બેચલર્સને કિડનેપ કરવા માટે ''જબરિયા જોડી'' આવી રહી છે અમદાવાદ

jabriya jodi
મુંબઇ:| Last Modified શુક્રવાર, 19 જુલાઈ 2019 (16:29 IST)
સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપડા અભિનીત ફિલ્મ ''જબરિયા જોડી'' પોતાની અનોખી કહાનીના લીધે સતત દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. ફિલ્મ હવે પોતાની રિલીઝથી થોડા દિવસો જ દૂર છે, એવામાં સિદ્ધાર્થ અને પરિણીતિ ફિલ્મના પ્રમોશનમાં કોઇ કમી છોડી નથી. આ ફિલ્મ બિહારમાં થનાર ''પકડવા વિવાહ'' પર આધારિત છે, એટલા માટે પોતાની કહાનીને ધ્યાનમાં રાખતાં પરિણીતિ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના પ્રચારમાં પણ આ પ્રકારના ગુનાને અંજામ આપવા માટે તૈયાર છે.

આ પ્રમોશન પ્લાન દ્વારા 'જબરિયા જોડી'' ભારતના દરેક શહેરથી એલિજિબલ બેચલરનું અપહરણ કરશે જેની શોધમાં ફિલ્મની ટીમ સુંદર યુવાનોને
કિડનેપ કરવા અમદાવાદ, ઇન્દોર અને પટના જેવા શહેર તરફ વાળવા માટે તૈયાર છે.
jabriya jodi
ફિલ્મની મુખ્ય જોડી આ રવિવારે અમદાવાદ શહેરમાં અપહરણનું કાવતરું રચવા માટેની યોજના બનાવી રહી છે. હવે સિદ્ધાર્થ અને પરિણીતિથી કોણ કિડનેપ થવા નહી માંગે, તો આવો તૈયાર થઇ જાવ આ જબરિયા જોડી સૌથી એલિજિબલ બેચલરને કિડનેપ કરવા માટે આવી રહી છે.

ફિલ્મમાં જાવેદ જાફરી, અપારશક્તિ ખુરાના, જેવા દમદાર કલાકારોની ટોળી જોવા મળશે. શોભા કપૂર, એકતા કપૂર અને શૈલેષ આર સિંહ દ્વારા નિર્મિત ''જબરિયા જોડી'' 2 ઓગસ્ટ 2019ના રોજ રિલીજ થવા માટે તૈયાર છે.


આ પણ વાંચો :