ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 જુલાઈ 2021 (18:35 IST)

ENG ક્રિકેટરોના કોરોના પોઝિટિવ થવાની અસર નહી પડે SL vs IND સીરીઝ પર

ઇંગ્લેન્ડ મેન્સ વન ડે ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ સહિત કુલ સાત સભ્યો કોરોના પોઝીટીવ  હોવાનું જાણવા મળ્યું છે. આ બધાને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા બાકીના ક્રિકેટરો પણ આઈસોલેટ કર્યા છે. હવે સવાલ એ છે કે શું આની અસર ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી લિમિટેડ ઓવરની શ્રેણીને થશે ? ત્રણ મેચની શ્રેણીની છેલ્લી વન ડે આંતરરાષ્ટ્રીય મેચ 4 જુલાઈએ શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. શ્રીલંકાની ટીમ ઇંગ્લેંડથી ઘરે પરત આવતાની સાથે જ બાયો બબલમાં જશે. સાત કોવિડ -19 પોઝિટિવ કેસના આવ્યા છતાં, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ (ઇસીબી) એ સ્પષ્ટ કર્યું છે કે 8 જુલાઈથી પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી ઈંગ્લેન્ડની ત્રણ વનડે મેચની શ્રેણીના શેડ્યુલ પર કોઈ અસર નહીં થાય. આવી સ્થિતિમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરીઝ શ્રેણી પર કોઈ અસર ન થઈ જોઈએ. 
 
ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામેની વનડે સિરીઝ માટે 18 સભ્યોની ટીમમાં ફરી જાહેરાત કરી છે. આ યાદીમાં 9 અનકૈપ્ડ ખેલાડી છે અને કપ્તાની બેન સ્ટોક્સને સોંપી છે. શ્રીલંકા ક્રિકેટના એક અધિકારીએ જણાવ્યું  કે, “શ્રીલંકાની ટીમ આજે (6 જુલાઈ)એ જ  કોલંબો પહોંચશે અને આરટીપીઆર ટેસ્ટ પછી બીજા બબલમાં  જશે. રવિવારે પ્રવાસ પૂરો થયા બાદ ટીમનો આરટીપીઆરસી ટેસ્ટ યુકેમાં જ કરવામાં આવ્યો. 
 
તેમણે કહ્યું, 'ભારત સામેની સીરીઝ શરૂ થવાવામાં હવે થોડોક જ સમય છે, તેથી કોઈ પણ ખેલાડી ઘરે નહીં જાય. બબલ થી બબલમાં જશે. જો કોઈ પોઝીટીવ જોવા મળ્યુ તો ટેસ્ટ અને આઈસોલેશન અને ટેસ્ટિંગના નિયમોનુ પાલન કરવામાં આવશે.  ઇંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના ચાર સભ્યો કોરોના ટેસ્ટમાંપોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે.