રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2024 (01:04 IST)

બાફેલા ચોખાનું પાણી પીવાથી થાય છે અનેક લાભ, જાણો કઈ સમસ્યાઓમાં છે તે અસરકારક?

rice water
rice water
ચોખા બાફ્યા પછી, આપણે ઘણીવાર તેનું પાણી કાઢી નાખીએ છીએ અને તેને ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી આપણે પાણીની સાથે ચોખાના તમામ પૌષ્ટિક તત્વોને પણ ફેંકી દઈએ છીએ. પરંતુ આ ચોખાનું પાણી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ઘરનાં વડીલ કે તમારા નાની કે દાદીને ચોખાના પાણી વિશે પૂછી જોજો કે તેના શું ફાયદા છે.  તમે જાણી લો કે ચોખાના પાણીને સ્ટાર્ચ પણ કહેવામાં આવે છે. જો તમે જાણી જશો કે ચોખાનું પાણી તમારી ત્વચા અને વાળ માટે કેટલું ફાયદાકારક છે અને તે તમને કઈ ગંભીર બીમારીઓથી બચાવી શકે છે, તો તમે આ પાણીને ક્યારેય ફેંકો નહીં. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે-
 
શરીરને મળે છે આ ફાયદા 
 
એનર્જી વધારે -  ચોખાની જેમ તેનો સ્ટાર્ચ પણ કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે, જેને પીવાથી તમને એનર્જીનો અનુભવ થશે. તે શરીરને હાઇડ્રેટ પણ કરે છે.
 
કબજિયાતમાં લાભકારી -   જો તમે પેટ સંબંધિત સમસ્યાઓ અથવા બીમારીઓથી પરેશાન છો તો ચોખાનું પાણી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે સ્ટાર્ચ પીવું જોઈએ. ઉકાળેલા ચોખાનું પાણી પણ પાચનમાં સુધારો કરે છે, જે કબજિયાતમાં રાહત આપે છે.
 
તાવમાં ગુણકારી - પહેલા હળવો તાવ આવે તો ચોખાનો સ્ટાર્ચ પીવાનો ટ્રેન્ડ હતો. આના કારણે શરીરમાં પાણીની કમી નથી થતી અને સાથે જ પોષણની કમીપણ પૂરી થાય છે, જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે.
 
બીપીને રાખે કંટ્રોલમાં - ચોખામાં સોડિયમનું પ્રમાણ પણ ઓછું હોય છે. જેના કારણે તેનું પાણી બ્લડ પ્રેશર અને હાઈપરટેન્શન બંનેને ઘટાડવા અથવા કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.
 
સ્કીન માટે લાભકારી - ચોખાનું પાણી સ્કીનની હેલ્થ પણ ફાયદાકારક છે. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેનાથી તમારો ચહેરો ધોઈ લો, થોડીવાર રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો. અથવા રૂને સ્ટાર્ચમાં બોળીને ચહેરા પર લગાવો અને થોડી વાર પછી ચહેરો ધોઈ લો.