ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બીજા દેશોની સરખામણીમાં ઝડપથી વધી રહી છે. તેનું સૌથી મોટું કારણ લોકોની બગડતી લાઈફસ્ટાઈલ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. ડાયાબિટીસમાં, ઇન્સ્યુલિન ઓછું બને છે, જેના કારણે લોકોના હાર્ટ, આંખો અને કિડની પર ખરાબ અસર થાય છે. એક રીસર્ચ મુજબ, ભારતના 12-18 ટકા યુવાનોમાં ડાયાબિટીસનું જોખમ ઝડપથી વધી ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ આંકડા શહેર માં વધુ જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2030 સુધીમાં, ડાયાબિટીસ દેશ અને દુનિયામાં 7મો સૌથી મોટો અને સૌથી ખતરનાક રોગ બની શકે છે. ડાયાબિટીસમાં ખાવા-પીવા પર નિયંત્રણ રાખવું સૌથી જરૂરી છે. આ રોગ સંપૂર્ણપણે મટી શકતો નથી. સારો ડાયેટ પ્લાન ફોલો કરીને જ બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. ચાલો જાણીએ કે તેને કંટ્રોલ કરવા માટે તમારે કેવા પ્રકારનું ડાયટ ફોલો કરવું જોઈએ.
ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ ડાયેટ પ્લાન
- સવારે ઉઠીને મેથી પાવડર ખાવ = ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દરરોજ સવારે સૌથી પહેલા 1 ચમચી મેથીનો પાવડર ખાવો જોઈએ.
- સવારના નાસ્તા પહેલા આ વસ્તુઓનો જ્યુસ પીવોઃ નાસ્તો કરતા પહેલા કાકડી, કારેલા, ટામેટા જેવા શાકભાજીનું જ્યુસ પીવો.
- નાસ્તામાં હેલ્ધી વસ્તુઓનું કરો સેવન - ડાયાબિટીસના દર્દીઓએ તેમના નાસ્તામાં હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ. સ્પ્રાઉટ્સ, દલિયા, દૂધ, બ્રાઉન બ્રેડનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- લંચ પહેલા ફ્રૂટ ખાવા જોઈએ - ડાયાબિટીસના દર્દીઓએ લંચ કરતા પહેલા કેટલાક ફળો ખાવા જોઈએ. તમારે એવા ફળોનું સેવન કરવું જોઈએ જેમાં શુગરનું પ્રમાણ ઓછું હોય. જેમ કે- જામફળ, સફરજન, નારંગી, પપૈયુ
- લંચમાં આ વસ્તુઓનુ કરો સેવન - બ્લડ સુગરના દર્દીઓએ તેમના લંચમાં બે રોટલી, ભાત, દાળ, શાક, દહીં અને સલાડ ખાવા જોઈએ. શાકભાજીમાં, તમારે દૂધી, લીલા શાકભાજી, ઇંડા અને ફેટી ફિશનું સેવન કરવું જોઈએ.
- જમ્યાના એક કલાક પછી પાણી પીવો - જમ્યાના એક કલાક પછી જ પાણી પીવો. ધ્યાનમાં રાખો કે તમારે ઠંડુ પાણી ન પીવું જોઈએ પરંતુ માત્ર હૂંફાળું પાણી પીવું જોઈએ
- સાંજનો નાસ્તો: ગ્રીન ટી, બેકડ નાસ્તો - બ્લડ સુગરને વધતું અટકાવવા માટે, તમારે તમારા સાંજના નાસ્તામાં ગ્રીન ટીનો સમાવેશ કરવો જ જોઈએ.
- સાંજે 6 વાગ્યે ડિનર - 6 થી 7 વાગ્યાની વચ્ચે ડિનર કરવું તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી છે, તે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. સાંજના ભોજનમાં બે રોટલી, એક વાટકી શાક અને એક ગ્લાસ હળદરવાળું દૂધ લો.